Not Set/ ટ્રેનમાં મૃતાત્માના નામે સીટ બુક કરાવી, પરિવારજન કરે છે ચોકી….

શું તમે જાણો છો કે ભારતીય રેલ્વેમાં મૃત વ્યક્તિઓના નામે સીટ રિઝર્વ થાય છે. હા… ટ્રેનોમાં પિતૃઓના નામે ટિકિટ બૂક કરાવી, તેમને ‘ગયાજી’ લઈ જવામાં આવે છે. પિંડદાની મનુષ્યની જેમ, ‘નાળિયેર અને વાંસ’થી બનેલા’ પિતૃ દંડ’ ને સુવડાવીને લઈ જવામાં આવે છે. પિતૃદંડ ના નિર્માણ માટે અંતિમ સંસ્કાર કરેલા સ્મશાનમાઠી  પવિત્ર માટીનો ઉપયોગ કરવામાં આવે […]

India

શું તમે જાણો છો કે ભારતીય રેલ્વેમાં મૃત વ્યક્તિઓના નામે સીટ રિઝર્વ થાય છે. હા… ટ્રેનોમાં પિતૃઓના નામે ટિકિટ બૂક કરાવી, તેમને ‘ગયાજી’ લઈ જવામાં આવે છે. પિંડદાની મનુષ્યની જેમ, ‘નાળિયેર અને વાંસ’થી બનેલા’ પિતૃ દંડ’ ને સુવડાવીને લઈ જવામાં આવે છે. પિતૃદંડ ના નિર્માણ માટે અંતિમ સંસ્કાર કરેલા સ્મશાનમાઠી  પવિત્ર માટીનો ઉપયોગ કરવામાં આવે છે.

દેશના દરેક ખૂણામાંથી લાખો હિન્દુ સનાતન ધર્મીઓ, ગયાજી ખાતે પિતૃપક્ષ  મેળામાં 15 દિવસ સુધી પિંડાદાન, તર્પણ અને શ્રાદ્ધ કાર્ય કરે છે, પરંતુ ઓરિસ્સાના કાંતામંજિથી આવેલા  પિંડાદનીઓની એક ટીમ, પોતાની સાથે મૃતક પૂર્વજોની ટ્રેનની ટિકિટ બનાવીને અહીં લાવવામાં આવી છે.

તેણે કહ્યું કે તેને તેના પૂર્વજોમાં વિશ્વાસ છે, તો જ લોકો આટલી મોટી સંખ્યા માં અહી આવે છે.  તે તેની સાથે એક સરળ દેખાતા પિતૃદન્દ્ની ટિકિટ પણ લે છે અને તેને એક સીટ પર મૂકી ને લઈ ને આવે છે. જેને તે પૈતૃક કહે છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ પિતૃદંડ માં,  તેમના પૂર્વજોથી સંબંધિત વસ્તુઓ ગાંઠના સ્વરૂપમાં બંધાયેલ છે. ત્યાં લાવવા પહેલાં તેઓ 7 દિવસ સુધી ભગવદ્ ગીતાના પાઠનું આયોજન કરે છે. તે પછી, સૌ પ્રથમ પિતૃ સ્ભ્યનું ટ્રેન માં રિઝર્વેશન કરવામાં આવે છે. અને પછીબાકીના સભ્યોનું રિઝર્વેશન કરવામાં આવે છે.

ટિકિટ લીધા પછી  તેઓ કોચની સીટ પર પિતૃદન્દ્ને સુવડાવીને  ગયાજી લઈ જાય છે. જ્યારે ટ્રેનમાં ટિટિ દ્વારા આ અંગે પૃચ્છા કરવામાં આવે છે તો તેઓ ટિટિને પિતૃદન્દ્ની ટિકિટ પણ બતાવે છે.  આ દરમિયાન, હવે બધા સભ્યો માર્ગમાં 2-2 કલાક પિતૃદંડની રક્ષા કરે છે, જેથી કોઈ હેરાન, પરેશાન ન કરે.  કોઈ ઠોકર ન મારે. પૂર્વજોની નાના બાળકની જેમ સંભાળ રાખે છે, તે જ રીતે, તેમના પૂર્વજોને લઈ જાય છે અને પછી પિંડદાન કરે છે.

ગયાજીમાં વરા મિત્તલના પરિવારે જણાવ્યું હતું કે અમે પિત્ર મોક્ષ માટે આવ્યા છીએ. અમે ઓડિશાના કાંતામંજીથી આવ્યા છીએ. અને ગયાજી  પહોંચ્યા છે, અલ્હાબાદ અને બનારસથી પિંડાદાન કરાવીને ગયા જય રહ્યા છીએ.  અમારા સાત પેઢીના પૂર્વજો આવીજ રીતે ટ્રેન અને બસમાંથી પિતૃદંડ લઈને ગયાજી  ગયા છે.

મિત્તલ પરિવારે કહ્યું કે અમે 10 લોકો સાથે આવ્યા છીએ. બધા લોકોએ 2 -2 કલાકની ફરજ બાંધી હતી જેથી ટ્રાવેલમાં માટે કોઈ સમસ્યા ન આવે. અમે રાત્રે પિતૃદંડને એકલા છોડતા નથી. ટ્રેનમાં લોકો પૂછતા કે આ વસ્તુ શું છે, પછી અમે તેમને સમજાવતા કે તે અમારા પૂર્વજ છે. અમે પૂજા માટે ગયાજી જઈ રહ્યા છીએ. ઓરિસ્સાના ટીટીએ ટ્રેનમાં પૂછે છે કે આ શું છે, પરંતુ અહીંના ટીટીઇ કંઈ પૂછતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.