Not Set/ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન માટે વિદેશના આ નેતાઓ પણ પહોંચ્યા દિલ્હી

નવી દિલ્હી, ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. એક પ્રખર રાજનેતાની સાથે કવિ એવા અટલ બિહારી વાજપેયી છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવાર રાત્રે ૯ વાગ્યે તેઓના પાર્થિવ શરીરને તેઓના કૃષ્ણા મેનન માર્ગ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. એક પ્રખર રાજનેતાની સાથે કવિ એવા અટલ બિહારી વાજપેયી છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

ગુરુવાર રાત્રે ૯ વાગ્યે તેઓના પાર્થિવ શરીરને તેઓના કૃષ્ણા મેનન માર્ગ સ્થિત નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ અંતિમ દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો છે.

ભાજપના હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલા પાર્થિવદેહના અંતિમ દર્શન માટે પીએમ મોદી સહિત સત્તાધારી પક્ષ તેમજ વિપક્ષ સહિતના તમામ નેતાઓ પહોચ્યા છે. આ ઉપરાંત એક પ્રખર રાજનેતાના અંતિમ દર્શન માટે વિદેશમાંથી પણ નેતાઓ આવી રહ્યા છે.

અંતિમ દર્શન માટે પાડોશી દેશ ભૂટાનના રાજા, નેપાળના વિદેશમંત્રી, શ્રીલંકાના વિદેશમંત્રી, બાંગ્લાદેશના વિદેશમંત્રી અને પાકિસ્તાનના કાયદામંત્રી રાજધાની દિલ્હી આવી રહ્યા છે.

બાંગ્લાદેશના વિદેશમંત્રી અબ્દુલ હસન મહમુદ અલી

બ્રિટિશ હાઈ કમિશનર ડોમિનિક એસક્વિથ

ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગેયાલ વાંગચુક

નેપાળના વિદેશમંત્રી પી કે ગ્યાવલ

શ્રીલંકાના કાર્યવાહક વિદેશમંત્રી લક્ષ્મણ કિરિયેલા