recruit/ ઇન્ફોસિસ કરશે 24,000 ભરતી, આવા યુવાનોને મળશે મોકો

ભારતની બીજી સૌથી મોટી આઇટી સર્વિસ કંપની ઇન્ફોસિસનો નફો હવે બે આંકડામાં પહોંચી ગયો છે.કંપનીનું માનવું છે કે વર્ષ 2022ના ડિજિટલ માંગ વધી શકે છે. એવામાં કંપની આગામી નાણાકીય

Top Stories Business
1

ભારતની બીજી સૌથી મોટી આઇટી સર્વિસ કંપની ઇન્ફોસિસનો નફો હવે બે આંકડામાં પહોંચી ગયો છે.કંપનીનું માનવું છે કે વર્ષ 2022ના ડિજિટલ માંગ વધી શકે છે. એવામાં કંપની આગામી નાણાકીય વર્ષ માટે 30 હજાર કરતાં વધારે ફ્રેશ ભરતી કરશે.ઇન્ફોસિસનાસલીલ  પરીખે જણાવ્યું હતું કે અમે કેટલાક મોટા કરારો મેળવવામાં સફળ થયા છીએ. અને આ આ બાબતને લઇને બજારમાં ઘણી સકારાત્મક અસરો જોવા મળી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે આગામી વર્ષે બજારમાં દરેક ચીજમાં ડિજિટલનુ ઉજળું ભવિષ્ય જોવા મળી રહ્યું છે.આ કારણે કંપનીએ આગામી વર્ષ 2022માં 15,000 ભરતી ઓની સંખ્યા વધારીને હવે 24,000 કરી દીધી છે. ઇન્ફોસિસના સીઈઓ પ્રવીણ રાવે જણાવ્યું હતું કે ગત ત્રિમાસિક માં અમે જબરજસ્ત પ્રદર્શન કરી શક્યા છીએ અને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Bollywood / મણિકર્ણિકા બાદ કાશ્મીરની મહારાણીની ભૂમિકામાં જોવા મળશે કંગના…

મહત્વનું છે કે, ડિસેમ્બર 2020 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં, ઇન્ફોસિસનો મોટો સોદો લગભગ 7.13 અબજ ડોલરનો હતો. આ ડીલમાં વેનગાર્ડ, ડેમલર અને રોલ્સ રોયસ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, આ ક્વાર્ટરમાં કંપનીની આવક પણ 8.4 ટકા વધીને 3.5 અબજ ડોલર થઈ છે.

ઇન્ફોસિસનો ત્રીજો ક્વાર્ટરનો ચોખ્ખો નફો 16.6 ટકા વધ્યો છે

ડિસેમ્બર 2020 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો ચોખ્ખો નફો 16.6 ટકા વધીને રૂ. 5,197 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના ગાળામાં તેનો ચોખ્ખો નફો 4,457 કરોડ થયો હતો. એક વર્ષ અગાઉ 23,092 કરોડ રૂપિયાની સરખામણીએ કંપનીની આવક 12.3 ટકા વધીને રૂ. 25,927 કરોડ થઈ છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ (ફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) સલિલ પરીખે  જણાવ્યું હતું કે ઈન્ફોસિસની ટીમે બીજા ક્વાર્ટરમાં સારું પ્રદર્શન કર્યું હતું. ગ્રાહકો માટે ડિજિટલ રૂપાંતર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વધુ સારી વૃદ્ધિ થઈ છે. તેના મોટા સોદાઓની કુલ કિંમત 7.13 અબજ ડોલરની સર્વાધિક ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…