Delhi Terror Drugs Network Busted 2026: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા પાકિસ્તાન સમર્થિત એક બહુ મોટા આતંકી અને ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દેશની રાજધાનીને હચમચાવી નાખવાના પાકિસ્તાની આઇએસઆઇ (ISI) ના મનસૂબા પર પાણી ફેરવીને પોલીસે ભારતમાં સક્રિય ગેંગના 7 મોસ્ટ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ તમામ પકડાયેલા ગુનેગારો પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા કુખ્યાત આતંકી-ગેંગસ્ટર શાહઝાદ ભટ્ટી અને તેના જમણા હાથ ગણાતા અજમલ ગુજ્જરના સીધા ઇશારે ભારતમાં મોટું કાવતરું ઘડી રહ્યા હતા.
ડ્રોનની મદદથી પંજાબ બોર્ડરમાં ઘૂસણખોરી
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે:
પાકિસ્તાની હેન્ડલર્સ સરહદ પારથી અત્યાધુનિક ડ્રોનની મદદથી હથિયારો, કારતૂસ અને કરોડો રૂપિયાના નશીલા પદાર્થો (ડ્રગ્સ) ભારતીય સરહદની અંદર મોકલતા હતા.
આ ગેરકાયદેસર હથિયારો અને ડ્રગ્સ પંજાબના રસ્તેથી ભારતમાં ઘૂસાડવામાં આવતા હતા અને ત્યાંથી લોકલ કુરિયર મારફતે આ સમગ્ર કન્સાઇનમેન્ટ દિલ્હી-એનસીઆર (Delhi-NCR) ના બજારો સુધી પહોંચાડવામાં આવતું હતું.

સોશિયલ મીડિયાથી યુવાનોની ભરતી(Terror Network)
સ્પેશિયલ સેલને મે 2026 માં જ ગુપ્ત માહિતી મળી હતી કે પાકિસ્તાની આતંકીઓ(Terror Network) દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કોઈ મોટી આતંકી ઘટના અથવા ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાની ફિરાકમાં છે. પોલીસે સિક્રેટ ઓપરેશન ચલાવીને સૌથી પહેલા મોહિત ઉર્ફ યોગી નામના શખ્સને દબોચી લીધો હતો. મોહિતની આકરી પૂછપરછમાં પાકિસ્તાની હેન્ડલર્સના તમામ વોટ્સએપ અને સોશિયલ મીડિયા લિંક્સનો પર્દાફાશ થયો હતો.
આ ગેંગ દિલ્હી, ગાઝિયાબાદ અને આસપાસના અનેક અતિ મહત્વપૂર્ણ તેમજ સંવેદનશીલ સ્થળોએ રેકી પણ કરી ચૂકી હતી. આ આતંકી સંગઠન (Terror Network) ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ગરીબ અને બેરોજગાર યુવાનોને ઝડપી પૈસા કમાવવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવતું હતું અને બાદમાં તેમને નશાની તસ્કરી તથા હથિયારો સપ્લાય કરવાના દેશદ્રોહી કામોમાં ધકેલી દેતું હતું.
ઝડપાયેલા તમામ આરોપીઓ 26 થી 30 વર્ષના યુવાનો
પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા તમામ આરોપીઓ યુવા વયના છે અને શાર્પ શૂટર તરીકે પણ કામ કરતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અનસ ત્યાગી, મોહિત, દીપક, આરિફ, કરણવીર, જતન અને સાબિર નો સમાવેશ થાય છે. હાલ સ્પેશિયલ સેલ રિમાન્ડ મેળવીને આ આરોપીઓની કસ્ટડીમાં પૂછપરછ કરી રહી છે જેથી ભારતમાં છુપાયેલા અન્ય સ્લીપર સેલ્સના નેટવર્કને(Terror Network) પણ તોડી શકાય.
આ પણ વાંચો:દિલ્હીમાં ISI નું મોટું કાવતરું નિષ્ફળ, દાઉદ કનેક્શન ધરાવતા 9 આતંકીઓની ધરપકડ, હથિયારો જપ્ત
આ પણ વાંચો:મારો આત્મા દાઉદમાં વસે છે’, અંડરવર્લ્ડ ડોન પર રામ ગોપાલ વર્માનું ચોંકાવનારું નિવેદન
આ પણ વાંચો:ભારત વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે દાઉદ, દિલ્હી-મુંબઈમાં હુમલાનું કાવતરું નિષ્ફળ, 8 ધરપકડ
