Bollywood/ મણિકર્ણિકા બાદ કાશ્મીરની મહારાણીની ભૂમિકામાં જોવા મળશે કંગના રનૌત,કરી જાહેરાત

હંમેશા વિવાદિત રહેતી ફિલ્મ અભિનેત્રી કંગના રાનૌતે રાણી લક્ષ્મીબાઈ પછી હવે તે કાશ્મીરની રાણી તરીકે સિને સ્ક્રીન પર દેખાશે. મકરસંક્રાંતિના શુભ પ્રસંગે કંગના રનૌત નવી ફિલ્મની જાહેરાત કરી છે.

Top Stories Entertainment
1

હંમેશા વિવાદિત રહેતી ફિલ્મ અભિનેત્રી કંગના રાનૌતે રાણી લક્ષ્મીબાઈ પછી હવે તે કાશ્મીરની રાણી તરીકે સિને સ્ક્રીન પર દેખાશે. મકરસંક્રાંતિના શુભ પ્રસંગે કંગના રનૌત નવી ફિલ્મની જાહેરાત કરી છે. તેણે મણિકર્ણિકા ફ્રેન્ચાઇઝની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. મણિકર્ણિકા ફિલ્મમાં કંગના રનૌતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું. આ ફિલ્મને પણ ખૂબ પસંદ મળી હતી. આ ફિલ્મ પછી હવે કંગના કાશ્મીરની રાણી પર ફિલ્મ ‘મણિકર્ણિકા રીટર્નસ – ધ લિજેન્ડ ઓફ દિદા’ ની સ્ટોરી લઈને આવી રહી છે.

1
Covid-19 / કોરોના કરમાઇ રહ્યો છે ગુજરાતમાં : 570 નવા કેસ સાથે 3 દર્દીઓન…

કંગના રનૌતે ટ્વિટર પર પોતાની ફિલ્મ વિશે જાહેરાત કરી છે. આ ફિલ્મના નિર્માણ માટે કંગના રાનાઉતે નિર્માતા કમલ જૈન સાથે કરાર કર્યો છે. નોંધપાત્ર વાત એ છે કે કમલ જૈનની સાથે કંગનાએ ‘મણિકર્ણિકા – ઝાંસીની રાણી’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. કંગનાએ પોતાના ટ્વિટમાં કહ્યું કે – આપણો ભારતવર્ષ ઝાંસીની રાણી જેવા ઘણા બહાદુર લોકોની વાર્તાનો સાક્ષી રહ્યો છે. આવી બીજી શૌર્ય કથા કાશ્મીરની રાણીની હતી, જેમણે એક વખત નહીં પરંતુ બે વાર મહેમૂદ ગઝનવીને હરાવ્યો હતો.

Kangana to star in Manikarnika Returns: The Legend Of Didda | Entertainment  News,The Indian Express

big B / આ કારણથી હવે પછીથી કોરોનાની કોલર ટ્યુનમાં અમિતાભ બચ્ચનનો અવા…

કાશ્મીર પર શાસન કરનારી મહારાણી દિદ્દાને વોરિયર ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણાં પ્રતિકૂળ સંજોગોમાં, મહારાણી  દિદ્દા લગભગ 40 વર્ષ કાશ્મીર પર શાસન કર્યું. ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર, મહારાજ ગઝનવી સાથે રાની દિદા લડી હતી અને તેને બે વાર હરાવ્યો હતો, જે મુજબ લોહારા સામ્રાજ્ય પણ રાણીના સામ્રાજ્યમાં શામેલ હતો.

કૃષિ આંદોલન / વાતાઘાટનો મુદ્દો શું? કૃષિ કાયદાનું હવે શું ? ઉકેલ આવશે કે પ…

કંગનાએ કહ્યું હતું કે તે આવતા વર્ષે જાન્યુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને તે પહેલા તેના તમામ હાલના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરશે. કંગના રાનૌત પાસે હાલમાં રજનીશ ઘાયની ફિલ્મ ‘ધકડ’ અને સર્વેશ મેવાડીની ફિલ્મ ‘તેજસ’ છે. કંગના તેની નવી જાહેરાત થયેલી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ પૂર્ણ કરશે. તાજેતરમાં, કંગનાએ એ.એલ. વિજય નિર્દેશિત ફિલ્મ ‘થલૈવી’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જે તમિળનાડુના નેતા અને અભિનેત્રી જય જયલિલિતાની બાયોપિક છે.

Kangana Ranaut announces Manikarnika Returns: The Legend of Didda, to play  Kashmiri warrior queen | Hindustan Times

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…