Vadodara Suicide/ વડોદરામાં 58 વર્ષના વડીલનો ગળેફાંસો ખાઈ આપઘાત

વડોદરામાં 58 વર્ષના વડીલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. વડોદરાના દિવ્યકૃપા સોસાયટીના વડીલે જીવન ટૂંકાવ્યું છે. મુકેશ રાજપૂત નામના વડીલે બાલ્કનીમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ આત્મહત્યા પાછળનું કારણ હજી અકબંધ છે.

Top Stories Gujarat Vadodara

વડોદરાઃ વડોદરામાં 58 વર્ષના વડીલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. વડોદરાના દિવ્યકૃપા સોસાયટીના વડીલે જીવન ટૂંકાવ્યું છે. મુકેશ રાજપૂત નામના વડીલે બાલ્કનીમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ આત્મહત્યા પાછળનું કારણ હજી અકબંધ છે.

કપુરાઈ પોલીસે આત્મહત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ અંગે હજી સુધી સ્યુસાઇડ નોટ મળી છે કે નહીં તે અંગે પોલીસે કશું જણાવ્યું નથી પણ આ કેસને આત્મહત્યાના કેસ તરીકે નોંધીને તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે. તેની સાથે જણાવ્યું છે કે આ કેસમાં મૃતકના સગાસંબંધીઓ અને મિત્રવર્તુળોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતકના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

સામાન્ય રીતે યુવાનો, યુવતીઓ અને પરીણિત મહિલાઓ આત્મહત્યા કરતી હોય છે. પણ વડીલ ભાગ્યે જ આત્મહત્યા કરતા હોય છે. સામાન્ય રીતે વડીલ દ્વારા આત્મહત્યા કરવામા આવે તે કિસ્સામાં મોટાભાગે તે કોઈને કોઈ બીમારીથી પીડિત હોવાનું જ બહાર આવ્યુ છે અથવા તો એકલા રહેતા હોય ત્યારે તનાવમાં સરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હવે મુકેશભાઈના કિસ્સામાં કયુ કારણ બહાર આવે છે તેની પોસ્ટમોર્ટમ પછી ખબર પડશે તેમ પોલીસે જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…