બોટાદ/ બોટાદમાં મોટા કાકાએ ભત્રીજાની હત્યા કરી નાંખતા ચકચાર

નજીવી બાબતે ઝઘડો થતા મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર

Gujarat

Gujarat News : બોટાદમાં નજીવી બાબતે મોટા બાપુ (મોટા કાકા)એ જ પોતાના ભત્રીજાની હત્યા કરી નાંખતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યા બાદ આરોપી ફરાર થી ગયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધ હાથ ધરી છે.

બોટાદની શિવનગર સોસાયટીમાં આ ચકચારી ઘટના બની હતી. જેમાં આકાશ પ્રકાશભાઈ પરમાર નામના 23 વર્ષના યુવકની તેનાજ મોટાબાપુ રાજુભાઈ ડાહ્યાભાઈ પરમારે હત્યા કરી નાંખી હતી. નળ કેનક્શન કાપવા જેવી નજીવી બાબતેને કારણ બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો.

જેમાં ઉશ્કેરાયેલા સગા મોટા બાપુ રાજુભાઈએ ભત્રીજા આકાશ પરમારને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના આ બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જેને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…