Gujarat News/ ગુજરાતમાં માવઠાની આગાહી: નવરાત્રિના નવમા નોરતે વરસાદનું સંકટ

હવામાન વિભાગની આગાહી મુજબ 18 અને 19 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડી શકે છે.

Top Stories Gujarat
હવામાન વિભાગની આગાહી મુજબ 18 અને 19 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડી શકે છે

Gujarat News : નવરાત્રિના અંતિમ દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાએ ખેલૈયાઓની ચિંતા વધારી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 18 અને 19 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડી શકે છે. બીજી તરફ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

ગુજરાતમાં માવઠાની આગાહી, 7 જિલ્લામાં વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર, 18 ઓક્ટોબરે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ (Unseasonal Rain) પડી શકે છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદની શક્યતાને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

નવમા નોરતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું

19 ઓક્ટોબર, સોમવારે નવરાત્રિના નવમા નોરતે (Navratri Rain)અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ (Light Rain) પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદ થાય તો ગરબાના કાર્યક્રમો પર અસર પડી શકે છે. જોકે, વરસાદની તીવ્રતા અને સ્થાનિક સ્થિતિ પ્રમાણે તેની અસર અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે.

ભાણવડમાં તોફાની વરસાદ, અનેક ગામોમાં પાણી વહ્યાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં 17 ઓક્ટોબરની સાંજે અચાનક વાતાવરણ પલટાયા બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Heavy Rain) વરસ્યો હતો. ગુંદા, સાજડિયારી, સણખલા, કાટકોલા અને અડવાણા સહિતનાં ગામોમાં આશરે અડધા કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો હતો. વરસાદના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

સ્થાનિક વિસ્તારોમાં આશરે દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે. વરસાદને કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતાં થયાં હતાં. બીજી તરફ, ખેતરોમાં ઊભા મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અચાનક આવેલા વરસાદ અને પવનને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હવામાનમાં આવેલા આ પલટા વચ્ચે નવરાત્રિના બાકી દિવસોમાં ખેલૈયાઓની નજર હવે વરસાદની સ્થિતિ પર રહેશે.


આ પણ વાંચો: વલસાડમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

આ પણ વાંચો: ઉમરગામમાં કમોસમી વરસાદથી ગરમીમાં રાહત,પરંતુ કેરીના પાક પર સંકટના વાદળ

આ પણ વાંચો: ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા