Valsad News/ ઉમરગામમાં કમોસમી વરસાદથી ગરમીમાં રાહત,પરંતુ કેરીના પાક પર સંકટના વાદળ

ઉમરગામ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ (Umargam Rain) વરસતા ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ આફુસ અને કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

Top Stories Gujarat Others Breaking News
Umargam Rain: ઉમરગામમાં કમોસમી વરસાદ,કેરીના પાક પર સંકટ !

Valsad News: દક્ષિણ ગુજરાતના ઉમરગામ પંથકમાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે હળવો કમોસમી વરસાદ (Umargam Rain) વરસતા લોકોમાં ગરમીમાંથી રાહતનો અહેસાસ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી વધતી ગરમી અને અસહ્ય બફારાથી પરેશાન જનતાને આ વરસાદે થોડી ઠંડક આપી હતી.

Umargam Rain: ઉમરગામમાં વહેલી સવારનો વરસાદ

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે વલસાડ જિલ્લામાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. ખાસ કરીને ઉમરગામના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ (Umargam Rain) વરસ્યો હતો.

એક તરફ સામાન્ય જનતા અને પ્રવાસીઓ માટે આ વરસાદ (Umargam Rain) ખુશીની લહેર લઈને આવ્યો હતો, તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. વલસાડ અને ઉમરગામ પંથક આફુસ (Alphonso) અને કેસર કેરીના બગીચાઓ માટે સમગ્ર ગુજરાતમાં ઓળખાય છે. હાલ કેરી ઉતારવાની અને બજારમાં મોકલવાની મુખ્ય સિઝન ચાલી રહી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, આવા સમયે પડતો કમોસમી વરસાદ (Umargam Rain) કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે. વરસાદના કારણે કેરીમાં મધિયો રોગ આવવાની, ફળ કાળા પડી જવાની અને જોરદાર પવનના કારણે તૈયાર કેરી આંબા પરથી ખરી પડવાની શક્યતા વધી જાય છે.

જો પાકની ગુણવત્તા બગડે તો બજારમાં યોગ્ય ભાવ મળવો મુશ્કેલ બની શકે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે. સતત બદલાતા હવામાન અને કમોસમી વરસાદના કારણે બાગાયતી પાક પર જોખમ વધી રહ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.હાલ માટે વરસાદે લોકોને ગરમીમાંથી રાહત આપી છે, પરંતુ ધરતીપુત્રો માટે આ બદલાતું વાતાવરણ ચિંતાનો વિષય બની ગયું છે.


આ પણ વાંચો:તાપી-વલસાડમાં કમોસમી વરસાદ, 8 શહેરોમાં પારો 40 ડિગ્રી પાર

આ પણ વાંચો:વલસાડમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં કેરીના પાકને લઈને ચિંતા

આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત, શેઠ આર જે જે સ્કૂલ પાસે અનેક વૃક્ષો ધરાશાયી