Rajkot News/ રાજકોટમાં પુત્રના હાથે દારૂડિયા પિતાની હત્યા

રાજકોટમાં પુત્રના હાથે દારૂડિયા પિતાની હત્યા થઈ છે, પણ આ હત્યા નહીં પરંતુ સાપરાધ મનુષ્યવધ હોવાનું પોલીસે જાહેર કર્યુ છે. પોલીસે આરોપી સામે સાપરાધ મનુષ્યવધ દાખલ કરીને પાંચ દિવસના રિમાન્ડ માગ્યા છે.

Gujarat Top Stories Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં પુત્રના હાથે દારૂડિયા પિતાની હત્યા થઈ છે, પણ આ હત્યા નહીં પરંતુ સાપરાધ મનુષ્યવધ હોવાનું પોલીસે જાહેર કર્યુ છે. પોલીસે આરોપી સામે સાપરાધ મનુષ્યવધ દાખલ કરીને પાંચ દિવસના રિમાન્ડ માગ્યા છે.

રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ ઉપર ગુરુજીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં સર્જાયેલી કરુણાંતિકામાં દારૂ પીવાની ટેવ ધરાવતા 53 વર્ષીય કલ્પેશભાઈને પુત્ર ઋષભ સાથે ઝઘડો થયો અને બાદમાં ઉશ્કેરાયેલા પુત્રે પિતાને મુક્કા અને લાફા મારતા તેનું મૃત્યુ નીપજ્યું હતુ.

દારૂ પીવાની ટેવને કારણે માતા અને પુત્ર પિતાથી અલગ રહેતા હતા. જોકે પિતાનું લીવર ફેઈલ થઈ જતા પુત્રએ તેમની સારવાર કરાવી હતી અને દરરોજ જમવાનું ટિફિન પણ આપી જતો હતો. જે બાદ પણ પિતાએ પોતાની દારૂની આદત ન છોડતા પુત્ર સાથે ગાળાગાળી કરતા પુત્રના હાથે પિતાનું મૃત્યુ નીપજ્યુ હતું.

જો આ ઘટનામાં એક પણ હથિયારનો ઉપયોગ થયો ન હતો અને હત્યા કરવાનો ઇરાદો પણ ન હોવાથી યુનિવર્સિટી પોલીસે પુત્ર ઋષભ સામે સાપરાધ મનુષ્યવધનો ગૂનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી  અને કેસની તપાસ માટે આરોપીના 5 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા છે.

શહેરના એરપોર્ટ રોડ ઉપર મારુતિ નગર શેરી નંબર – 3 માં રહેતા અને PGVCL માં લાઇન મેન તરીકે નોકરી કરતા હિતેષભાઇ વ્યાસે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, અમે ત્રણ ભાઇઓ અને એક બહેન છીએ. જેમા સૌથી મોટો હુ અને મારાથી નાના કલ્પેશભાઇ હતાં. જે ગુરૂજીનગર આવાસ યોજનાના કવાર્ટરમા રહેતા હતાં. તેમના લગ્ન કૈલાસબેન સાથે આર્યસમાજમા થયા હતા અને તેઓને સંતાનમા એક દીકરો 25 વર્ષનો રૂષભ છે. મારા ભાઇ કલ્પેશભાઇ પ્રાઇવેટ નોકરી કરતા હતા તેને કૈલાસબેન સાથે નહી બનતા આશરે 14 વર્ષથી છુટાછેડા લઇ લીધા હતા. કૈલાશબેન અને રૂષભ બંન્ને લક્ષ્મીનગરમા સાથે રહે છે અને રૂષભ પણ પ્રાઇવેટ નોકરી કરે છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા નાનાભાઇ કલ્પેશભાઇને ધણા વર્ષોથી દારૂ પીવાની આદત હતી અને તેના કારણે તેનુ લીવર ફેઇલ થઇ ગયુ હતું. મારા ભત્રીજા રૂષભને તેઓની આ આદતના કારણે તેઓની સાથે અવારનવાર ઝઘડાઓ પણ થતા હતાં. દોઢ મહિના પહેલા કલ્પેશભાઇને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેની સેવા ચાકરી રૂષભે કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Rajkot News/560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ

આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા

આ પણ વાંચો: Rajkot News/રાજકોટ મેટોડા GIDC ફેકટરીમાં ભીષણ આગ, 2 હજાર જેટલા કામદારો ઘટના સ્થળે હતાં હાજર…..