Ahmedabad News/ અમદાવાદના સેટેલાઈટમાં રત્નાકર-3 બિલ્ડિંગમાં આગ, ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી આગ કાબૂમાં

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રત્નાકર-3 બિલ્ડિંગના ત્રીજા માળે આગ (Ahmedabad Fire) લાગતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવાયો, કોઈ જાનહાનિ નહીં.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Fire :સેટેલાઈટ વિસ્તારમાં ત્રીજા માળે ભીષણ આગ

Ahmedabad News: અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ જોધપુર પ્રેરણા તીર્થ રોડ પર આજે બપોરે આગ (Ahmedabad Fire)ની ઘટના સામે આવી હતી. રત્નાકર-3 બિલ્ડિંગની બી વિંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

Ahmedabad Fire: રત્નાકર-3ની બી વિંગમાં આગ

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સેવાઓ (Ahmedabad Fire and Emergency Services) ની ટીમ તરત જ એક્શનમાં આવી ગઈ હતી. શરૂઆતમાં ચાર અને બાદમાં કુલ છ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

અચાનક લાગેલી આગ (Ahmedabad Fire)ને કારણે બિલ્ડિંગમાં રહેતા લોકો ગભરાઈને તરત જ નીચે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે આગ પર થોડા જ સમયમાં કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.પ્રાથમિક માહિતી મુજબ આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ ટેક્નિકલ ખામી અથવા શોર્ટ સર્કિટ જેવી શક્યતાઓની દિશામાં તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ અમદાવાદના એસ.જી. હાઈવે વિસ્તારમાં આવેલી સોલિટેર બિલ્ડિંગમાં મોટી આગ લાગી હતી. ત્રીજા માળેથી શરૂ થયેલી આગ ચોથા અને પાંચમા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ઘટનામાં લગભગ 50 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ ઉપરાંત કલોલના સાંતેજ વિસ્તારમાં આવેલી ‘ફેઈથ’ નામની વેક્સ બનાવતી ફેક્ટરીમાં પણ આગની ઘટના બની હતી. સતત આગની ઘટનાઓ સામે આવતા ફાયર સેફ્ટી અને ઈલેક્ટ્રિકલ સુરક્ષાને લઈને ફરી પ્રશ્નો ઊભા થયા છે.


આ પણ વાંચો:અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા બિલ્ડિંગમાં આગ લાગી

આ પણ વાંચો:અમદાવાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, જોધપુર BRTS પાસે દોડ્યું ફાયરબ્રિગેડ

આ પણ વાંચો:અમદાવાદના સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા