Ahmedabad News/ અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા બિલ્ડિંગમાં આગ લાગી

અમદાવાદના મકરબા કોર્પોરેટ રોડ પાસે આવેલા સોલિટેર બિલ્ડીંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Fire incident in Ahmedabad SG Highway

Ahmedabad News: અમદાવાદના એસજી હાઇવે પર સોલિટેર બિલ્ડીંગના ત્રીજા માળે અચાનક આગ (Fire) ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને અફવા ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા, ફાયર બ્રિગેડ (Fire Brigade)ના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને આગને કાબુમાં લેવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગના વાહનો સાથે એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું. એવી આશંકા છે કે કેટલાક લોકો અંદર ફસાયેલા હોઈ શકે છે. ચોથા અને પાંચમા માળે પણ નુકસાન થયું છે. પ્રારંભિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.

અમદાવાદમાં Fireનો બનાવ, SG હાઇવે પર આગ લાગી
અમદાવાદમાં Fireનો બનાવ, SG હાઇવે પર આગ લાગી

ઘટનાસ્થળે હાજર ફાયર વિભાગ (Fire Department)ના વાહનો

આ દરમિયાન, નજીકના વિસ્તારના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા. આગથી બિલ્ડિંગના કાચ તૂટવા લાગ્યા હતા. ત્રીજા માળે શરૂ થયેલી આગ હવે ચોથા અને પાંચમા માળે ફેલાઈ ગઈ છે. દરમિયાન, ચીફ ફાયર ઓફિસર અને અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા છે. ફાયર બ્રિગેડના 10 જેટલા વાહનો મોકલવામાં આવ્યા છે. હાલમાં તો આગનું પ્રારંભિક કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવે છે.

અમદાવાદમાં Fireનો બનાવ, SG હાઇવે પર આગ લાગી
અમદાવાદમાં Fireનો બનાવ, SG હાઇવે પર આગ લાગી

જીવરાજ પાર્ક વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં આગ (Fire) લાગી

બીજા એક બનાવમાં, જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી એક બંધ ઇમારત, સહજાનંદ ફ્લેટ્સમાં આગ લાગી. બીજા માળે આગ લાગી હોવાની માહિતી મળતાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઇમારતમાં આગ લાગી તે ઓફિસ બંધ હતી. સોલિટેર બિલ્ડિંગ ઓફિસોથી ધમધમતુ હોવાના કારણે જો આગ વધુ ફેલાઈ હોત તો મોટાપાયા પર જાનહાનિ સર્જાઈ હોત.


આ પણ વાંચો: અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર આગ, મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં દોડધામ

આ પણ વાંચો: અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલી બિલ્ડિંગમાં આગ લાગતા ભયનો માહોલ

આ પણ વાંચો: અમદાવાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, જોધપુર BRTS પાસે દોડ્યું ફાયરબ્રિગેડ