Ahmedabad News/ અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર આગ, મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં દોડધામ

અમદાવાદના (Ahmedabad) નારોલ-નરોડા હાઈવે પર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની. ફાયર બ્રિિગેડની ચાર ગાડીઓએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો.

Gujarat Ahmedabad
Ahmedabad fire

અમદાવાદના (Ahmedabad) નારોલ-નરોડા હાઈવે પર કૃષ્ણનગર વિસ્તારમાં વિજય પાર્ક પાસે આવેલા મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર વાહનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

શોર્ટ સર્કિટ થવાથી આગ ભભૂકી ઉઠી

ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ કોમ્પ્લેક્સના ઇલેક્ટ્રિક સર્વિસ ડક્ટમાં શોર્ટ સર્કિટ થવાથી આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ સર્વિસ ડક્ટમાં જોરદાર ભડાકા થયા હતા, જેના કારણે આસપાસના દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો ઘબરીને દુકાનો છોડીને બહાર દોડી આવ્યા હતા.

Ahmedabad fire, Maruti Plaza Complex
Ahmedabad fire, Maruti Plaza Complex

Ahmedabad: સમગ્ર કોમ્પ્લેક્સમાં ધુમાડો ફેલાયો

આગ બીજા માળેથી શરૂ થઈ હતી અને ઉપરથી નીચે સુધી સર્વિસ ડક્ટ મારફતે ફેલાઈ હતી, જેના કારણે સમગ્ર કોમ્પ્લેક્સમાં ધુમાડો છવાઈ ગયો હતો. દુકાનદારો દ્વારા સુરક્ષાના પગલે પોતાની દુકાનો તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સમયસર કાર્યવાહી કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેથી મોટું નુકસાન ટળ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ ઘટનાને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

દુકાનદારો પોતાની દુકાનો બંધ કરીને બહાર આવી ગયા હતા

ફાયરબ્રિગેડના જવાનો દ્વારા બીજા માળે સર્વિસ ડકમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઉપરથી નીચેના ડક સુધી આગ ફેલાઈ ગઈ હતી. કોમ્પલેક્ષમાં આગના ધુમાડા ફેલાઈ ગયા હતા. દુકાનદારો દ્વારા પોતાની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા તરત જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.


આ પણ વાંચો:મહાશિવરાત્રિ પર હિંમતનગરના રાયગઢમાં ૨૫ ફૂટ ઊંચી મહાકાલ પ્રતિમા, ભક્તોમાં ભારે આકર્ષણ

આ પણ વાંચો:સુરતમાં ઝીંગા વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી, 51 લાખ સામે 85 લાખ ચૂકવી છતાં વધુ 35 લાખની માગણી

આ પણ વાંચો:ગાંધીનગરમાં ઇન્ડિયાસ્કિલ્સ પશ્વિમ ક્ષેત્રીય સ્પર્ધાની શરૂઆત, 200થી વધુ યુવાનો ભવિષ્યલક્ષી કૌશલ્યમાં સ્પર્ધા કરશે