Adalaj/ ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો

પોલીસે સાત લાખનો મુદ્દામાલ કર્યો કબજે, ત્રણ આરોપી વોન્ટેડ

Gujarat Gandhinagar

Gandhinagar News : અડાલજમાં જાસપુર ગામ જવાના રસ્તા પર કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે અંદાજે 2 લાખના દારૂના જથ્થા સાથે 7 લાખનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. જ્યારે ત્રણ ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.

સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓને માહિતી મલી હતી કે અડાલજમાં જાસપુર ગામ જવાના રસ્તા પરથી કેટલાક શખ્સો કારમાં દારૂનો જથ્થો લઈને જવાના છે. માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને કાર આંતરી હતી. કારમાંથી પોલીસને રૂ.1,90,960 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂ.7,00,960 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે કારમાં દારૂ ભરનાર અને ડ્રાઈવર રાજસ્થાનના ખેમરાજ ઉર્ફે નિર્મલ ગોતાભાઈ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે અરવિંદ બિશ્નોઈ, કારનો માલિક તથા દારૂની ડિલીવરી લેવા આવનાર મળીને ત્રણ શખ્સોની પોલીસે શોધ હાથ ધરી છે. એસએમસીના પીએસઆઈ જે એમ પઠાણ અને તેમની ટીમે આ કામગીરી બજાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનના દરવાજા જ સુરત સ્ટેશને ન ખૂલ્યા, મેન્યુઅલી ખોલવા પડ્યા

આ પણ વાંચો:છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ જાહેરમાં ફેંકી દેવાયા, વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાહુલના રાજામહારાજાના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર

આ પણ વાંચો:ભાજપના આકરા તેવર, રાજકોટ જિલ્લામાં વિંછીયાના ઇનચાર્જ ભુપત પડાણીને કર્યા સસ્પેન્ડ