Gujarat News/ તેજલ ઠાકોર-રાજભા ઝાલા વિવાદે લીધો નવો વળાંક, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ બાદ ચર્ચા તેજ

ગુજરાતી લોકગાયિકા તેજલ ઠાકોર (Tejal Thakor controversy) ફરી ચર્ચામાં,પૂર્વ પતિ રાજભા ઝાલાનો વીડિયો વાયરલ થયા બાદ તેજલ ઠાકોરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ડિવોર્સ ડોક્યુમેન્ટ શેર કર્યા.

Top Stories Gujarat Others Breaking News
Tejal Thakor controversy પૂર્વ પતિના વીડિયો બાદ ડિવોર્સ ડોક્યુમેન્ટ શેર

Gujarat News: તેજલ ઠાકોર (Tejal Thakor controversy) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતે મામલો તેમના અંગત જીવન અને પારિવારિક વિવાદ સાથે જોડાયેલો છે. સોશિયલ મીડિયા પર તેમના પૂર્વ પતિ રાજભા ઝાલા (Rajbha Jhala)નો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલાએ નવો વળાંક લીધો છે. બીજી તરફ તેજલ ઠાકોરે (Tejal Thakor controversy) પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં છૂટાછેડાના ડોક્યુમેન્ટ શેર કરતાં ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે. અહીં નોંધનીય છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયો અથવા તેમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.

Tejal Thakor controversy: શું છે સમગ્ર મામલો?

વાયરલ વીડિયોમાં તેજલ ઠાકોર (Tejal Thakor controversy) ના પૂર્વ પતિ રાજભા ઝાલાએ પોપટ ભુવા નામના વ્યક્તિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વીડિયોમાં તેમણે દાવો કર્યો છે કે, તેમને સતત ધમકીઓ મળી રહી છે અને પરિવાર સાથે જોડાયેલા મુદ્દાઓ સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ તેઓ તથા તેમના બાળકો માનસિક દબાણમાંથી પસાર થઈ રહ્યા છે. રાજભાએ વીડિયોમાં એવું પણ જણાવ્યું હતું કે, જો તેમના પરિવારને કોઈ નુકસાન પહોંચશે તો તેની જવાબદારી તેજલ ઠાકોર અને પોપટ ભુવા પર રહેશે.

સમાજ પાસે મદદની માંગ

રાજભા ઝાલાએ વીડિયોમાં ક્ષત્રિય અને ભરવાડ સમાજને ખુલ્લી અપીલ પણ કરી છે. તેમણે પોતાના અને બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. અગાઉ પણ રાજભા (Rajbha Jhala)એ બાળકો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેના બાદ સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયામાં ચર્ચાનો માહોલ

આ સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો રાજભા ઝાલા (Rajbha Jhala)ના વીડિયોને લઈને ચર્ચા કરી રહ્યા છે તો બીજી તરફ તેજલ ઠાકોર દ્વારા શેર કરાયેલા દસ્તાવેજો પણ વાયરલ થઈ રહ્યા છે.હાલ સમગ્ર મામલો સોશિયલ મીડિયા અને લોકચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ ફરિયાદ બાદ આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે.


આ પણ વાંચો:રાજકોટમાં રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં કરી ઘર વાપસી

આ પણ વાંચો:ગુજરાતી સિંગર કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પર હુમલો, વીડિયો વાયરલ થતા ચકચાર

આ પણ વાંચો:અમદાવાદના ગુજરાતી સિંગરનો હમવતન ગાયક પર હુમલો