નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓના અપહરણ કરીને ગોંધી રાખવાનાં કેસમાં ઝડપાયેલી બંન્ને સાધવીઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની રેગ્યુલર જામીન મેટ્રો કોર્ટે ફરી વાર દીધી છે.
અમદાવાદનાં હાથીજણ પાસે આવેલી DPS સ્કૂલ સંકુલમાં ચાલતા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓના ગુમ થવાના મામલે પોલીસ ફરિયાદ બાદ વિવિધ પાસાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા આશ્રમની બે સંચાલીકાની ધરપકડ કરવામાં આવી છે. પ્રિયાતત્વ અને પ્રાણપ્રિયા નામની બે સંચાલીકાની પોલીસે સગીરાઓ સાથે દુર્વ્યવહાર બદલ ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આશ્રમમાં ચાલતા કેટલાક વિવાદોને લઈને છેલ્લા કેટલાંય દિવસથી આશ્રમની બંને સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ સાબરમતી જેલ માં છે. આજે મિરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં તેમના કેસની સુનાવણી ચાલી રહી છે. જે અંગે કોર્ટે આજે બંને આશ્રમ સંચાલિકા સાધ્વીઓનીi જમીન અરજી ફગાવી દીધી છે.
મહત્વનું છે કે, અગાઉ પણ સાધ્વીઓની જામીન અરજી પર મિરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકાર તરફે એવી રજૂઆત થઇ હતી કે, ગંભીર ગુનો છે, હજુ યુવતીઓ મળી નથી, મુખ્ય આરોપી નિત્યાનંદ હજુ ફરાર છે. જામીન અપાય તો સાક્ષી ફોડવાની શક્યતા છે. તેથી જામીન ન આપવા જોઇએ. જોકે, સાધવીઓ તરફે ખોટી રીતે કેસ કરી ફસાવવામાં આવ્યા હોવાનો તેમના વકીલ તરફથી બચાવ રજૂ કરવામાં આવ્યો હતો.
https://www.facebook.com/mantavyanews/videos/2758619694158588/?t=15
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
