પાટણ જીલ્લાના સિદ્ધપુર કહતે આવેલ નર્સિંગ કોલેજમાં લંપટ પ્રિન્સિપાલને હટાવવાની માંગ સાથે છાત્રો અને એબીવીપી કોલેજના ગેટને તાળાબંધી કરી ભૂખ હડતાળ શરૂ રાખી હતી. ત્યારે બીજા દિવસે પણ ભૂખ હડતાળ યથાવત રહી હતી. ત્યારે એક એબીવીપીના કાર્યકરની તબિયત લથડતા 108 મારફતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જયારે બીજા દીવસે ગાંધીનગરની ટિમ આવી હતી અને વિદ્યાર્થીઓ સાથે સમજૂતી કરી લંપટ પ્રિન્સિપાલને કાયમી માટે સિદ્ધપુર નર્સિંગ કોલેજમાંથી ટ્રાન્સફર કરવા તેમજ પરીક્ષામાં પણ નહિ લાવવામાં આવે તેવી ખાત્રી આપતા આખરે વિદ્યાર્થીઓની હડતાલનો અંત આવ્યો હતો.
જોકે ગાંધીનગરથી આવેલ ટિમ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવા તેમના વાલીઓને પણ બોલાવ્યા હતા, પરંતુ વાલીઓ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં રહયા હતા.
ગાંધીનગરથી આવેલ તપાસ ટિમ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવતા અને તેમની માંગ પુરી કરતા વિદ્યાર્થીઓમાં સંતોષ સાથે હડતાલ પુરી કરી હતી પરંતુ આ લંપટ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ ચાલુ રખાશે તેમ જણાવ્યું હતું.
સિદ્ધપુર નર્સિંગ કોલેજના છાત્રો લંપટ પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલને દૂર કરવાની માંગ સાથે એબીવીપી છાત્રો મક્કમ બની આંદોલન છેડ્યું હતું. જ્યાં સુધી પ્રિન્સિપાલને દૂર કરવાનો નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી કોલેજને તાળા મારી ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા. આ હડતાળ છેલ્લા 26 દિવસથી યથાવત હતી. જોકે હાલમાં તો આ લંપટ પ્રિન્સિપાલને કાયમી માટે ટ્રાન્સફર કરવાની વાતને લઈને વિદ્યાર્થીઓમાં સંતોષ જોવા મળ્યો છે. જયારે એવીબીપી દ્વારા આ અંગે પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
