Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ અમદાવાદ/ હાર્દિક પટેલની મહેસાણામાં પ્રવેશ માટે HCમાં અરજી,  સુનાવણી 16 ડિસેમ્બરે

હાર્દિક પટેલ ઉપર પાટીદાર અનામત આંદોલન વખતે મહેસાણામાં થયેલા તોડફોડના મામલે મહેસાણા જિલ્લામાં પ્રવેશ પર રોક લગાવતી જામીનની શરતોમાં સુધારા માટે હાર્દિક પટેલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાર્દિક પટેલ દ્વારા મહેસાણામાં પ્રવેશ માટે  મંજૂરી  માંગી છે. જે અંગે હવે હાઇકોર્ટ દ્વારા આગામી 16 ડીસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કડવા […]

December 13, 2019padma prajay
Gujarat Others
HARDIK

હાર્દિક પટેલ ઉપર પાટીદાર અનામત આંદોલન વખતે મહેસાણામાં થયેલા તોડફોડના મામલે મહેસાણા જિલ્લામાં પ્રવેશ પર રોક લગાવતી જામીનની શરતોમાં સુધારા માટે હાર્દિક પટેલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાર્દિક પટેલ દ્વારા મહેસાણામાં પ્રવેશ માટે  મંજૂરી  માંગી છે. જે અંગે હવે હાઇકોર્ટ દ્વારા આગામી 16 ડીસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્રારા આગામી 18 થી 22 ડિસેમ્બર 2019 સુધી શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંઝા લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ માટે છૂટ આપવામાં આવે તે સબબ અરજીમાં રજૂઆત કરી છે. ધાર્મિક પ્રસંગમાં હાજરી માટે થોડા દિવસો માટે તેને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે માટે કોર્ટની અનુમતિ આપે તેવી હાર્દિક પટેલની રજૂઆત છે.

નવ દિવસ માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે અંગે કોર્ટ છૂટ આપે તેવી માંગ કરતી અરજી કરવામાં આવી છે. હાર્દિક પટેલની અરજીનો રાજ્ય સરકારે વિરોધ નોધોવ્યો છે. હાર્દિકની અરજી સામે રાજ્ય સરકારે સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું. લાખો લોકોની જ્યાં હાજરી થવાની છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે અગાઉની શરતોમાં બદલાવ ન કરવામાં આવે તેવી રાજ્ય સરકારની રજૂઆત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

સિદ્ધપુર/ લંપટ પ્રિન્સિપાલને હટાવવા ભૂખ હડતાળ પર ઉતરેલા વિદ્યાર્થીઓની જીત 
વડોદરા/ કલ્યાણનગરમાં આવાસના મકાનો આપવાની માંગ સાથે સુરસાગરમાં સામૂહિક આત્મવિલોપનનો પ્રયાસ

More Posts

Building Collapse/ અમદાવાદના મીઠાખળીમાં જૂનું મકાન ધરાશાયી થતાં પાંચ દટાયા, એકનું મોત

July 10, 2023jani

Gandhinagar News/ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગ જરતી આગાહી, આજથી 12 માર્ચ દરમિયાન વધશે ગરમીનો પારો

March 8, 2025Yogesh Vaghela

Surat News/ સુરત : રાજ્યના પર્યાવરણ મંત્રીએ ઉદ્યોગકારોનો આડે હાથે લીધા

May 24, 2025Nikunj Patel

Gujarat Weather/ ગુજરાતમાં માવઠા બાદ ગરમ પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે

April 3, 2025April 3, 2025Komal Patel

Not Set/ PM મોદી સહિતના બીજેપી નેતા પર જીવલેણ હૂમલો કરી શકે છે માઓવાદી, IB સૂત્રો

January 21, 2017mantavya

Amreli News/ અમરેલીના દરિયા કાંઠે માછીમારોને એલર્ટ રહેવાનું સૂચન, સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ

May 9, 2025Jignesh Kumar

Surat News/ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સેલે નોકરીની લાલચ આપીને લોકોને ફસાવતા વધુ એક આરોપીની કરી ધરપકડ

September 13, 2025September 13, 2025Panara Mansi

Not Set/ ગુજરાતને ધમરોળવાં હવે આવી પહોંચ્યું વાવાઝોડું “વાયુ”, જાણી લો કયા રસ્તે ચાલશે “વાયુ”

June 11, 2019June 11, 2019Bhavesh Vyas
Anand Municipal Corporationને મળ્યા નવા મેયર

Breaking News/ આણંદ મનપાના નવા મેયર તરીકે દિપિકાબેન પટેલની વરણી, ડેપ્યુટી મેયર બન્યા કમલેશ ડાભી

May 28, 2026May 28, 2026Maya Sindhav

Not Set/ રાજકોટ કોર્પોરેશનની અનોખી પહેલ,શ્રીમંતો પાસેથી 27000 ચીજો મેળવી જરૂરિયાતમંદોને વહેંચાઇ

October 17, 2017Hemakshi Vyas
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy