Surat News/ સુરતના ક્રાંતિનગરમાં પૂર પીડિતોને સહાય ન મળતા રોષ

સુરત (Surat)શહેરના ક્રાંતિનગર વિસ્તારમાં પૂરથી પ્રભાવિત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી રૂ. 6,800ની સહાય હજુ સુધી ન મળતાં (Flood Relief)સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે

Gujarat Surat
સુરત (Surat)શહેરના ક્રાંતિનગર વિસ્તારમાં પૂરથી પ્રભાવિત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી રૂ. 6,800ની સહાય હજુ સુધી ન મળતાં (Flood Relief)સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે

Surat News : સુરત (Surat)શહેરના ક્રાંતિનગર વિસ્તારમાં પૂરથી પ્રભાવિત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી રૂ. 6,800ની સહાય હજુ સુધી ન મળતાં (Flood Relief)સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સહાય માટે લાંબા સમયથી રાહ જોતા રહેવાસીઓએ સુરત મામલતદાર કચેરી એ પહોંચી રજૂઆત કરી અને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી હતી.

પૂર પિડીતોને સહાય (Flood Relief) ન મળતા રોષ

ક્રાંતિનગરનાં રહેવાસી (Krantinagar Flood Victims)ઓનાં જણાવ્યા મુજબ, પૂર બાદ થયેલા નુકસાન છતાં હજુ સુધી સરકારી સહાય તેમના ખાતામાં જમા થઈ નથી. આ મામલે અધિકારીઓની બેદરકારીના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. સહાય માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય જવાબ ન મળતાં લોકોમાં નારાજગી વધી છે.

રજુઆત બાદ વહીવટી તંત્ર દ્વારા આવતીકાલ સુધીમાં તમામ પાત્ર લાભાર્થીઓને સહાય ચૂકવવાનો વિશ્વાસ અપાયો છે. સાથે જ, સમગ્ર મામલાની તપાસ માટે અધિકારીઓની એક ટીમને સ્થળ પર મોકલવાની ખાતરી પણ આપવામાં આવી છે.

સ્થાનિકોનું કહેવું છે કે, જો સમયસર સહાય નહીં મળે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હવે વહીવટી તંત્ર પોતાની ખાતરી મુજબ કાર્યવાહી કરે છે કે નહીં તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો : બિહારમાં સ્થિતિ બેકાબુ, 37 લાખથી વધુ વસ્તી હજુ પૂરથી પ્રભાવિત

આ પણ વાંચો : મલ્લિકાર્જુન ખડગેએ દુષ્કાળ અને પૂરથી પ્રભાવિત રાજ્યો માટે તાત્કાલિક કેન્દ્રીય સહાયની માંગ કરી

આ પણ વાંચો : પૂરથી પ્રભાવિત ઉત્તરાખંડ અને બિહારમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી, જાણો કેવુ રહેશે આજનું હવામાન