- વિરમગામથી હાર્દિક પટેલ નોંધાવશે ઉમેદવારી
- વિજય મુર્હૂતમાં નામાંકન ફોર્મ ભરશે
- ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન
- અલ્પેશ ઠાકોર પણ હાર્દિકની રેલીમાં હાજર
- અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલના સમર્થનમાં કર્યો પ્રચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હવે ઉમેદવારો ચૂંટણીના ફોર્મ ભરી રહ્યા છે. જન શક્તિ પદર્શન કરીને ઉમેદવારી પોર્મ ભરવા જાય છે. ભાજપે હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ ફાળવી છે. આ બેઠક માટે હાર્દિક આજે નામાકંન ભરશે.ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ વિજય મુર્હતમાં નામાંકન ભરવા જશે, આ પહેલા તે શક્તિ પ્રદર્શન કરીને ફોર્મ ભરવા જશે. હાર્દિક પટેલ માટે અલ્પેશ ઠાકોરે પ્રચાર કર્યો હતો અને મત માંગ્યા હતા. જન સમર્થન રેલીમાં હાજર પણ રહ્યા હતા.
નોંધનીય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભરવાડ લાખાભાઈ ભીખાભાઈએ ભાજપના ઉમેદવાર ડો. તેજશ્રીબેન દિલીપકુમાર પટેલને હરાવ્યા હતા. બંને ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે જીત અને હારનું માર્જીન માત્ર 6,548 મતોનું હતું.આ વખતે આ બેઠક પર રાજકિય સમીકરણો બદલાય એવા છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા આ બેઠક રસપ્રદ બની રહેશે.
