Gujarat Weather/ ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદની શક્યતા

અંબાલાલની આગાહી અનુસાર, 19થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે.

Top Stories Gujarat

Gujarat Weather: ગુજરાત (Gujarat) માં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને રાહતજનક આગાહી કરી છે. હાલમાં રાજ્યમાં વરસાદનું જોર ઓછું થયું હોવા છતાં, ખેડૂતો અને રાજ્યના નાગરિકોએ નિરાશ થવાની જરૂર નથી. અંબાલાલના જણાવ્યા મુજબ, 15 ઓગસ્ટ પછી ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની સાર્વત્રિક મહેર જોવા મળશે, જે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ લાવશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 11 ઓગસ્ટ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ રહેવાની શક્યતા છે. જોકે, 15 ઓગસ્ટ પછી વરસાદનું જોર વધશે. બંગાળના ઉપસાગરમાં સર્જાતી હવામાનની સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધશે, જે રાજ્યમાં ભારે વરસાદનું કારણ બનશે.અંબાલાલની આગાહી અનુસાર, 19થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનો અંદાજ છે. આ ઉપરાંત, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, હળવદ, મોરબી અને ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પણ થઈ શકે છે.

અંબાલાલે અનુસાર, 22થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો બીજો તબક્કો જોવા મળશે, જેમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદના ઝાપટાં પડશે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.

ગણેશ ચતુર્થીના તહેવાર આસપાસ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. અંબાલાલે 29 અને 30 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરી છે, જેના પરિણામે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી!

આ પણ વાંચો:આજે દિલ્હી-યુપીમાં ભારે વરસાદ પડશે, હિમાચલ-ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ચેતવણી

આ પણ વાંચો:ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના