ગમખ્વાર અકસ્માત/ ખંભાત તાલુકાના સોખડા ગામ પાસે અકસ્માતની ઘટના, એક વ્યક્તિનું મોત

ખંભાત તાલુકાના સોખડા ગામ પાસે પુરપાટ ઝડપે જતી બે બાઈક સામસામે અથડાતા નવી આખોલ ગામના એક બાઈકચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી વિગતો અનુસાર ખંભાત તાલુકાના જુના આખોલ ગામે ચૌહાણ ફળિયામાં રહેતા રમેશભાઈ સામંતભાઈ ચૌહાણ કામઅર્થે ખંભાત ગયા હતા. અને ખંભાતથી રમેશભાઈનો ભાઈ પ્રતાપભાઈની બાઈક લઈ ખંભાતથી જુની આખોલ […]

Gujarat

ખંભાત તાલુકાના સોખડા ગામ પાસે પુરપાટ ઝડપે જતી બે બાઈક સામસામે અથડાતા નવી આખોલ ગામના એક બાઈકચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર ખંભાત તાલુકાના જુના આખોલ ગામે ચૌહાણ ફળિયામાં રહેતા રમેશભાઈ સામંતભાઈ ચૌહાણ કામઅર્થે ખંભાત ગયા હતા. અને ખંભાતથી રમેશભાઈનો ભાઈ પ્રતાપભાઈની બાઈક લઈ ખંભાતથી જુની આખોલ ગામે જવા નીકળેલ ત્યારે રસ્તામાં પ્રતાપભાઈની બાઈક સાથે સામેથી પુરપાટ ઝડપે આવતી બાઈક અથડાતા બંને બાઈકના ચાલકો રોડ ઉપર પટકાયા હતા. જેમાં પ્રતાપભાઈને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પ્રતાપભાઈને ત્વરીત સારવાર માટે ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડતા જ્યાં પ્રતાપભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બનાવ અંગે રમેશભાઈ સામંતભાઈ ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે બાઇકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.