દંડ/ આણંદમાં માસ્ક ના પહેરનાર લોકો પાસેથી પોલીસે છેલ્લા એક વર્ષમા ત્રણ કરોડથી વધુ રૂપિયાનો દંડ વસૂલ્યો

માસ્ક પહેરવો અનિવાર્ય છે કોરોનાને માત આપવા આ ગાઇડલાઇનનું પાલન કરવું હિતાવહ છે પરતું અમુક લોકો માસ્ક પહેરતા નથી

Gujarat

કોરના મહામારીએ હાહાકાર મચાવ્યો છે આ કોરોના બિમારીથી બચવા માટે સોશિયલ ડિસ્ટીંગ અને માસ્ક અનિવાર્ય  છે તે છંતા પણ લોકો માસ્ક  પહેરવામાં માનતા નથી તેથી સરકારે આના માટે એક મહત્વનો નિર્ણય લીધો હતો કે માસ્ક ના પહેરીયો હોય તેની પાસેથી દંડ ફટકારવામાં આવે ,રાજ્યમાં માસ્ક વગર ફરતા લોકોને પોલીસ તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવતું હતું.આણંદ જિલ્લામાં માસ્ક પહેરીયા વગર ફરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. કોરોનાના પ્રથમ અને બીજા તબ્બકામાં થઇને આણંદમાં માસ્ક ના પહેરનારની કુલ સંખ્યા 55860 હતી કે જેમની પાસેથી પોલીસે દંડ વસૂલ્યો હતો.

આણંદમાં હાલ કોરોનાના કેસો નહિવત ધોરણે છે એટલે કે કોરોના કેસો બે ચાર આવતા હશે,સ્થિતિ હાલ સારી છે પરતું હજીપણ લોકો માસ્ક પહેરીયા વગર ફરતા જોવા મળે છે. આણંદ જિલ્લામાં વગર માસ્ક વગર ફરનાર કુલ 5580 લોકો હતા અને તેમની પાસેથી 3,41,25,200 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યું હતું.આ આંકડા 24 જૂન 2020 થી 28 જૂન 2021 સુધીના છે.

આણંદના પી.એસ.આઇ જી.બી.ડોડીયા એ જણાવ્યું હતું કે શરૂઆતમાં માસ્કનો દંડ 100,ફરી 200 અને ત્યારબાદ 1000 હજાર કરવામાં આવ્યો હતો.માસ્ક પહેરવો અનિવાર્ય છે કોરોનાને માત આપવા આ ગાઇડલાઇનનું પાલન કરવું હિતાવહ છે પરતું અમુક લોકો માસ્ક પહેરતા નથી,અમે દંડ વસૂલ્યે છે પરતું તેમને કોરોનાની ગાઇડલાઇન સમજાવીએ છીએ અને મહામારી વિશે જાણકારી આપીએ છીએ હવે શહેરમાં લોકો જાગૃત થયા છે. આણંદમાં કોરોનાની સ્થિતિ સારી છે.