લગભગ 150 કિમીની ઝડપે ચક્રવાતી તોફાન બિપરજોય 15 જૂનની સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, તેની અસરને કારણે 14 થી 16 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. ચક્રવાતી તોફાન બિપરજોય હવે દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોયની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. બંને રાજ્યોમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 15 જૂને બાયપરજોયની નોંધપાત્ર અસર જોવા મળશે. સાવચેતીના ભાગરૂપે રેલવેએ 95 ટ્રેનો રદ કરી છે. પશ્ચિમ રેલવેનું કહેવું છે કે આ ટ્રેનો 15 જૂન સુધી રદ રહેશે. ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું15 જૂન એટલે કે આવતી કાલે કચ્છમાંથી પસાર થઇ શકે છે. કચ્છ-પાકિસ્તાન વચ્ચે લેન્ડફોલ કરે તેવી પણ શક્યતા છે. આજે અને કાલે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી શકે છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાકાંઠો તોફાની બની શકે છે. ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાઈ શકે છે.
ચક્રવાત બિપરજોયનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં રાજ્ય સરકાર લોકોને સુરક્ષિત રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ વાવાઝોડાની અસર મુંબઈમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગેટવે ઓફ ઈન્ડિયા પાસે ઊંચા મોજા સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે
