Not Set/ દિલ્હીના રાજકારણમાં વધુ એક ઝટકો, BJPના પૂર્વ અધ્યક્ષ માંગે રામનું નિધન

દિલ્હી, દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ, ધારાસભ્ય અને વરિષ્ઠ સંઘ સહયોગી માંગે રામ ગર્ગનું નિધન થયું છે. બીમારના કારણે તેમનું રવિવારના રોજ નિધન થયું હતું. ઉત્તર દિલ્હીના એક્શન બાલાજી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આપને જણાવી દઈએ કે  રામે 2003ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત જીત દાખલ કરી હતી અને ધારસભ્ય બન્યા હતા. માટે પીએમ […]

Top Stories India

દિલ્હી,

દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ, ધારાસભ્ય અને વરિષ્ઠ સંઘ સહયોગી માંગે રામ ગર્ગનું નિધન થયું છે. બીમારના કારણે તેમનું રવિવારના રોજ નિધન થયું હતું. ઉત્તર દિલ્હીના એક્શન બાલાજી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

આપને જણાવી દઈએ કે  રામે 2003ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત જીત દાખલ કરી હતી અને ધારસભ્ય બન્યા હતા.

માટે પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી પહેલા ભાજપની ચૂંટણી રણનીતિ બનાવવા અને ચૂંટણી પ્રચારને આગળ વધારવા દિલ્હી ભાજપના નેતાઓને મહત્વની જવાબદારી સોંપી હતી.

તેઓને સામાજિક અને સ્વયંસેવી સંગઠનોનથી સંપર્ક કરીને એમની સુધી નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓ અને પાર્ટીની નીતિઓને પહોંચાડવા માટે બનાવવામાં આવેલી સમીતિમાં સામેલ કરવામાં આવ્યા હતા.

માંગે રામ ગર્ગમાં ચૂંટણી જીતવાની અદ્ધુત કળા હતી. એ રાજકીય જીવનમાં ખૂબ જ ઓછી ભૂલો કરતા હતા.

 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.