Not Set/ સોનીપતમાં અસામાજિક તત્વોની ગુંડાગર્દી આવી સામે, ચલણ કાપવા પર હોમગાર્ડકર્મીની કરી આવી દુર્દશા

હરિયાણામાં બદમાશો કેટલા મજબુત છે અને પોલીસ તેમની સામે કેટલી લાચાર છે તેનું એક દ્રશ્ય સોનીપતમાં જોવા મળ્યું છે. જ્યારે સોનીપતના મહારાણા પ્રતાપ ચોકે બાઇક પર સવાર ત્રણ લોકોને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે બાઇક સવાર હોમગાર્ડને પકડી લીધો હતો અને તેને કેટલાક મીટર સુધી ઘસડીને લઇ ગયા. લગભગ પાંચસો મીટર સુધી ઘસડીને લઇ ગયા પછી […]

Top Stories India

હરિયાણામાં બદમાશો કેટલા મજબુત છે અને પોલીસ તેમની સામે કેટલી લાચાર છે તેનું એક દ્રશ્ય સોનીપતમાં જોવા મળ્યું છે. જ્યારે સોનીપતના મહારાણા પ્રતાપ ચોકે બાઇક પર સવાર ત્રણ લોકોને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે બાઇક સવાર હોમગાર્ડને પકડી લીધો હતો અને તેને કેટલાક મીટર સુધી ઘસડીને લઇ ગયા.

લગભગ પાંચસો મીટર સુધી ઘસડીને લઇ ગયા પછી હોમગાર્ડને રેડલાઇટ પર છોડી દીધો અને તેઓ પોતે ફરાર થઇ ગયા. સદનસીબે આ બાઇકની પાછળ કોઈ હાઇ સ્પીડમાં વાહન આવી રહ્યું નહતું, નહીં તો હોમગાર્ડનો જીવ પણ જોખમમાં આવી ગયો હોત.

હરિયાણામાં આ રીતે ખુલ્લેઆમ ફરતા બદમાશોને જોઇને સામાન્ય માણસમાં ભયને માહોલ સર્જાયો છે સાથે પોલીસ પણ ડરી ગઈ છે. પોલીસે તેમના પોતાના હોમગાર્ડ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

હવે પોલીસ દાવો કરી રહી છે કે તેઓ જલ્દીથી બદમાશોની ધરપકડ કરશે પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે બદમાશોએ જાહેરમાં એક હોમગાર્ડને બાઈટ પર ખેંચીને લઈ ગયા હતા અને તેઓ હજી સુધી પકડાયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.