કામ્યા પંજાબીએ તેના બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે લગ્નના બંધનમાં બંધાય ચુકી છે. બંનેએ 10 ફેબ્રુઆરીએ પંજાબી રિતી-રીવાજથી લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના થઇ ચુક્યા છે. અને 11 ફેબ્રુઆરીએ તેઓએ તમના લગ્ન બાદ વેડિંગ રિસેપ્શન પાર્ટી આપી હતી જેમાં ઘણી ટીવી હસ્તીઓ હાજર રહી હતી.
કામ્યા અને શલભના વેડિંગ રિસેપ્શનમાં અનેક ટીવી હસ્તીઓ પહોંચી હતી. તેના શો શક્તિ એક અસ્તિત્વમાં કામ્યા સાથે કામ કરનારી પૂજા સિંહ ગ્રીન કલરના લહેંગામાં જોવા મળી હતી.

કામ્યાની મિત્ર અને સીરિયલ એફઆઈઆર ફેમ કવિતા કૌશિક તેના પતિ સાથે પહોંચી હતી. કવિતાએ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો હતો.

શક્તિ એક અસ્તિત્વ કી આ સમયે, મુખ્ય લીડ જીજ્ઞાસા સિંહ બ્લૂ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ટીવી અભિનેત્રી અમૃતા પ્રકાશ પર્પલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અમન વર્મા તેની પત્ની સાથે કામ્યા અને શલભના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા હતા.

બિગ બોસનો વિજેતા રહી ચુકેલા વિંદુ દારા સિંહ પણ રિસેપ્શનમાં પહોંચ્યો હતો.

કમ્યા અને શલભના વેડિંગ રિસેપ્શનમાં ટીવી એક્ટ્રેસ વાહબિઝ પણ હાજર રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
