મુંબઈ
સલમાન ખાનનો શો દસ કા દમ ટૂંક સમયમાં જ શરૂ થઇ રહ્યો છે ત્યારે આ શોમાં ભાગ લેનાર સ્પર્ધક સારી એવી રકમ આ શો માંથી જીતી શકે છે સાથે સાથે તેમના મનપસંદ સ્ટારને પણ મળવાની તક મેળવી શકે છે.
આ શોમાં જો તમારે ભાગ લેવો હોય તો મેકર્સ દ્રારા દસ કા દમની મોબાઈલ એપ પ્રોવાઇડ કરવામાં આવશે. જેના દ્રારા તમે આ શોના સ્પર્ધક બની શકશો. ભાગ લેનારને આ એપ ડાઉનલોડ કરી યૂઝરને લોગ ઇન કરીને પોતાની બેઝિક માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ તેમાં પૂછવામાં આવતા અમુક સવાલોના જવાબ આપવાના રહેશે. જવાબ તમારે હા કે નામાં આપવાનો રહેશે.
તમને જણાવી દઈએ કે, સ્પર્ધક આ એપમાં અંગ્રેજી કે હિન્દીમાંથી એક વિકલ્પની પસંદી કરવાની રહેશે. ત્યારબાદ ભાગ લેનારે 40 લેવલ પાર કરવાના રહેશે અને દરેક લેવલમાં ઓછામાઓછા 20 સવાલના જવાબ આપવાના રહેશે.
મહત્વનું છે કે પ્રત્યેક લેવલ પાર કરનાર સ્પર્ધકને ઇનામ આપવામાં આવશે અને જે સ્પર્ધક સૌથી વધુ લેવલ પાર કરીને વધુ સ્ક્રોર બનાવશે. તેનું ઓડિશન કરવામાં આવશે અને જો તેમાં પાસ થઇ ગયેલા સ્પર્ધકને સલમાન સાથે દસ કા દમ રમવા મળશે. આ એપ શનિવારે સોની દ્રારા લોન્ચ કરવામાં આવી છે અને સોની લાઇવ રવિવારથી જોઈ શકાશે.
