સિનેમા જગતમાં ઘણીવાર એવું બને છે કે કરોડોના બજેટ અને ધમાકેદાર પ્રમોશન છતાં ફિલ્મો બોક્સ ઓફિસ પર ધબડકો વળે છે.પરંતુ કયારેક કોઇ ફિલ્મ (film) એવી પણ આવે છે જે ટિકિટ બારી પર ધીમી શરૂઆત બાદ અચાનક એવો પલટો મારે કે ટ્રેડ એક્સપર્ટ્સ પણ આશ્ચર્યચકિત થઇ જાય.આવો જ એક અદભુત કરિશ્મા જોવા મળ્યો છે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મેં વાપસ આઉંગા ના કલેક્શનમાં.શરૂઆતના દિવસોમાં ફ્લોપના આરે ઉભેલી આ ફિલ્મે મજબૂત માઉથ પબ્લિસિટીના જોરે થિયેટરોમાં પાસા પલટી દીધા છે.
એક્શન-મસાલા વિના પણ દર્શકોના દિલ જીતવામાં સફળ
આજના સમયમાં જ્યાં મોટાભાગની ફિલ્મોમાં જોરદાર એક્શન,સ્ટંટ અને આઇટમ સોંગ્સનો ભરમાર હોય છે,ત્યાં મેં વાપસ આઉંગા તદ્દન અલગ સાબિત થઇ છે.
ભાવનાત્મક વાર્તા
આ ફિલ્મમાં કોઇ દિલધડક એક્શન કે મસાલા તત્વો નથી,પરંતુ તેની પટકથા અત્યંત હૃદયસ્પર્શી છે.ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયના આધાર અને કડવા દર્દને ખૂબ જ લાગણીશીલ રીતે પડદા પર કડારવામાં આવ્યો છે,જે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં મુખ્ય હથિયાર બન્યો છે.
દિગ્ગજ અને યુવા કલાકારોની શાનદાર સ્ટારકાસ્ટ
ફિલ્મની સફળતા પાછળ તેની મજબૂત અને પ્રભાવશાળી સ્ટારકાસ્ટનો પણ એટલો જ મોટો હાથ છે.આ ફિલ્મમાં બોલિવૂડના દિગ્ગજોથી લઇને આજના સમયના લોકપ્રિય યુવા કલાકારોનું સુંદર મિશ્રણ જોવા મળે છે.ફિલ્મમાં મુખ્ય કલાકાતોમાં નસીરુદ્દીન શાહ અને દિલજીત દોસાંજનો સમાવેશ થાય છે.સાથે-સાથે શરવરી વાઘ, વેદાંગ રૈના અને બાનીતા સંધુ,રજત કપૂર, સંજય સુરી અને અંજના સુખાની જેવા અનુભવી કલાકારોએ પોતાના અભિનયથી ફિલ્મમાં પ્રાણ પૂર્યા છે.જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ત્યારે બોક્સ ઓફિસના શરૂઆતના આંકડા જોઇને ટ્રેડ પંડિતોએ આ ફિલ્મને નકારી કાઢી હતી અને તેને ફ્લોપ જાહેર કરી દીધી હતી.પરંતુ અસલી ટ્વિસ્ટ પ્રથમ સપ્તાહ બાદ જોવા મળ્યો.
આ ફિલ્મે રિલિઝના દિવસે માત્ર 1.15 કરોડ રૂપીયાની કમાણી કરી હતી.ત્યાર બાદ રિલિઝ થયાના પહેલા અઠવાડિયામા માંડ 12.25 કરોડનુ કલેક્શ કર્યું હતુ. પરંતુ બીજું સપ્તાહ આવતાની સાથે જ અચાનક જબરદસ્ત કમબેક સાથે કમાણીમાં 80 ટકાથી વધુનો મોટો ઉછાળો આવ્યો અને ફિલ્મે સીધા 22.55 કરોડ રૂપિયા ઘરભેગા કર્યા.ત્રિજા સપ્તાના બુધવારે પણ ફિલ્મે 1.40 કરોડ રૂપિયાની કમાણી ચાલુ રાખી,જે તેના સોમવારના કલેક્શનની આસપાસ જ છે.
બજેટ અને અત્યાર સુધીનું કુલ કલેક્શન
જો આ ફિલ્મના આર્થિક ગણિત પર નજર કરીએ તો તે ધીમે ધીમે નફા તરફ આગળ વધી રહી છે.અને જો ફિલ્મના કુલ નેટ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મનુ કલેક્શન 50.95 કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે.આ શાનદાર વાપસી બાદ હવે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નજર એ વાત પર ટકેલી છે કે મજબૂત પકડ જમાવી ચૂકેલી આ ફિલ્મ આગામી દિવસોમાં કમાણીનો કયો નવો આંકડો પાર કરે છે.
