ટેલીવુડ/ શું વાત કરો છો?સિરીયલમાં તારક મહેતા અને જેઠાલાલ છે જીગર જાન મિત્ર, પણ રિયલમાં એકબીજા સાથે નથી કરતા વાત!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ ટીવી પર સૌથી લાંબા સમય સુધી ચાલનાર શો છે. ટીમે હાલમાં જ સેટ પર 3100 એપિસોડની ઉજવણી કરી હતી. શો ને પ્રશંસકો ઘણા પસંદ કરી રહ્યા છે. આ જ કારણે ટીઆરપી ચાર્ટમાં શો સતત ટોપમાં રહે છે. આ શો માં તારક મહેતા (અને જેઠાલાલની દોસ્તી બધા માટે એક મિશાલ […]

Entertainment

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ ટીવી પર સૌથી લાંબા સમય સુધી ચાલનાર શો છે. ટીમે હાલમાં જ સેટ પર 3100 એપિસોડની ઉજવણી કરી હતી. શો ને પ્રશંસકો ઘણા પસંદ કરી રહ્યા છે. આ જ કારણે ટીઆરપી ચાર્ટમાં શો સતત ટોપમાં રહે છે. આ શો માં તારક મહેતા (અને જેઠાલાલની દોસ્તી બધા માટે એક મિશાલ છે. બંને જીગરી જાન મિત્ર છે. જેઠાલાલ જ્યારે મુશ્કેલમાં હોય છે ત્યારે તારક મહેતા હંમેશા તેની મદદ માટે તૈયાર રહે છે. જોકે રિપોર્ટ છે કે બંને રિયલ લાઇફમાં એકબીજાથી નારાજ થઈ ગયા છે.

રિપોર્ટ  એવા મળ્યા કે દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ અને શૈલેષ લોઢા ઉર્ફે તારક મહેતા વચ્ચે ખટપટ ચાલી રહી છે. બંને એકબીજા સાથે વાત પણ કરી રહ્યા નથી. કોઇમોઇના રિપોર્ટ પ્રમાણે બંને છેલ્લા ઘણા દિવસોથી વાત કરી રહ્યા નથી. તે આવે છે અને પોતાના સીન્સને એકસાથે શૂટ કરે છે. આ પછી સીધા પોતાની વેનિટી વેનમાં પાછા ચાલ્યા જાય છે.

શૈલેષ લોઢા અને દિલીપ જોશી બંને ઘણા પ્રોફેશનલ છે. તેમની કામ કરવાની રીત તમને ક્યારેય વિશ્વાસ થવા દેશે નહીં કે તે વાસ્તવિક જીવનમાં વાત જ કરતા નથી. જોકે વાસ્તવિક જીવનમાં સ્થિતિ ઘણી અલગ છે. એકબીજાને જોઈને શૈલેષ અને દિલીપ જોશી હસતા પણ નથી. આ બંને ફક્ત પોતાના કામ માટે સાથે આવે છે.