Ahmedabad News/ અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે સોશિયલ મીડિયા વોર, હદ મુદ્દે આક્ષેપો

શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વોર શરૂ

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વોર ચાલ્યો છે. પોલીસ સ્ટેશનની હદ મુદ્દે એકબીજા પર આક્ષેપ કરવામાં આવ્યાં છે. શહેર અને ગ્રામ્ય પોલીસે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે એક બીજા પર આક્ષેપો કરતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શહેરના બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રીજની હદના વિવાદમાં શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે સોશિયલ મીડિયામાં વોર જામ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે દરેક ચાર રસ્તા પર પોલીસકર્મીઓ તૈનાત દેખાય છે. પરંતુ શહેરના બોપલ વિસ્તારમાં સ્થિત વકીલ સાહેબ બ્રીજનો વિવાદ શરૂ થતાં શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વોર શરૂ થયો છે. હદના વિવાદને લઈને બંને વિભાગ દ્વારા એક બીજા પર આક્ષેપો કરવામાં આવ્યાં છે. શહેર પોલીસે ગ્રામ્યની હદ અને ગ્રામ્ય પોલીસે શહેરની હદ હોવાનો દાવો કરતી પોસ્ટ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

શહેરમાં ટ્રાફિક સંચાલન માટે પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવે છે. ટ્રાફિકનું સંચાલન તો દૂર રહ્યું પરંતુ હદને લઈને શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે સોશિયલ મીડિયામાં એક બીજા સામે આક્ષેપો કરાઈ રહ્યાં છે. ગ્રામ્ય અને શહેર પોલીસે સોશિયલ મીડિયા એક્સ પર હદના વિવાદ મુદ્દે એકબીજા પર આક્ષેપ કરતી પોસ્ટ મુકી છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં પ્રેમ સંબંધને લજવતો કિસ્સો, મિત્રએ યુવતી સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવ્યાં

આ પણ વાંચો:તાપીમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

આ પણ વાંચો:સુરત જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મ : પ્રેમી સહીત 4 મિત્રો આ રીતે છેલ્લા એક વર્ષથી સંબંધ બાંધતા