Telecom News/ મોબાઈલ વપરાશકર્તાઓને મળશે મોટો ઝાટકો! આ પ્લાન ડિસેમ્બર સુધીમાં 20% વધશે

ટેરિફ પ્લાન (Tariff plan)ને મોંઘા બનાવવા પાછળનું કારણ વધતા ખર્ચ અને 5G નેટવર્કના વિસ્તરણ વચ્ચે કમાણી અને નફામાં સુધારો કરવાનું છે. Bharti Airtel, Reliance

Trending Tech & Auto

Telecom Sector: ભારતમાં મોબાઈલ વપરાશકર્તા (Mobile users)ને થોડા જ સમયમાં આંચકો લાગી શકે છે. વધેલા ટેરિફ (Tariff)થી મોબાઈલ ગ્રાહકો પર વધુ બોજ લાગી શકે છે. 2025નાં અંત સુધીમાં ટેલિકોમ કંપનીઓ મોબાઈલ પ્લાનના ભાવ વધારી શકે છે. નિષ્ણાતો મુજબ નવેમ્બર – ડિસેમ્બર 2025માં પ્રીપેડ (Prepaid) અને પોસ્ટપેડ (Postpaid) પ્લાનમાં 10 થી 20 ટકાનો વધારો થઈ શકે છે. વિતેલા છ વર્ષમાં આ ચોથી વાર હશે જયારે મોટી ટેલિકોમ કંપની (Telecom companies)ઓ તેમના ટેરિફમાં વધારો કરશે.

Telecom tariff hike will hurt millions

ટેરિફ પ્લાન (Tariff plan)ને મોંઘા બનાવવા પાછળનું કારણ વધતા ખર્ચ અને 5G નેટવર્કના વિસ્તરણ વચ્ચે કમાણી અને નફામાં સુધારો કરવાનું છે. Bharti Airtel, Reliance Jio અને Vodafone Idea જેવી કંપનીઓ નેટવર્ક વિસ્તરણ, સ્પેક્ટ્રમ ખરીદી અને નિયમનકારી શુલ્કમાં ભારે રોકાણ કરી રહી છે. Vodafone Ideaને તાજેતરમાં રૂપિયા 36,950 કરોડના સ્પેક્ટ્રમ લેણાંને સરકારી હિસ્સામાં રૂપાંતરિત કરવાની મંજૂરી મળી છે, જેનાથી સરકારનો હિસ્સો 22.6% થી વધીને લગભગ 49% થયો છે.

કંપનીઓ પ્લાન કેમ મોંઘા બનાવશે?

આ વધારો ટેલિકોમ કંપનીઓની કમાણીને સ્થિર કરવા માટે રેટ રિપેર વ્યૂહરચનાનો એક ભાગ છે. જે બર્નસ્ટીન રિસર્ચના અહેવાલ મુજબ છે. નિષ્ણાતોના અંદાજ મુજબ આગામી કેટલાક વર્ષોમાં ટેરિફ (Tariff) ધીમે ધીમે વધશે અને 2027 સુધીમાં સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા 300 રૂપિયા સુધી પહોંચી જશે.

2024 ના છેલ્લા ત્રણ મહિનામાં, Airtelનો ARPU 5.2% વધીને રૂ. 245 થયો, જ્યારે Jioનો ARPU રૂ. 203 અને Vodafone Ideaનો રૂપિયા 163 રહ્યો. 5G સેવાઓ અને ડેટા વપરાશમાં વધારા સાથે આ આંકડા વધુ વધી શકે છે.

telecom sector | Telecom tariff hike imminent; expect 15-17 per cent rise  post election: Analyst report - Telegraph India

ડિસેમ્બર સુધીમાં મોબાઇલ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન મોંઘા થશે

Vodafone ideaના CEO અક્ષય મુન્દ્રા કહે છે કે ભારત જેવા બજારમાં, નેટવર્ક ગુણવત્તા જાળવવા અને IoT અને એન્ટરપ્રાઇઝ સેવાઓ જેવી નવી તકનીકોને સુધારવા માટે દર 9 મહિને ટેરિફ વધારો જરૂરી છે. વર્ષના અંતમાં મોબાઇલ ગ્રાહકોએ મોબાઇલ રિચાર્જ પ્લાનમાં વધારા માટે તૈયાર રહેવું જોઈએ, જોકે કંપનીઓ માને છે કે દેશભરમાં વધુ સારું નેટવર્ક અને સેવા પ્રદાન કરવા માટે આ લેવુ પગલું જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:TRAIનો મેસેજ ટ્રેસીબિલિટીનો નિયમ આજથી લાગુ, 120 કરોડ મોબાઈલ યુઝર પર તેની શું અસર થશે?

આ પણ વાંચો:આ iPhones પર WhatsApp નહીં ચાલે, તમારો મોબાઈલ લિસ્ટમાં સામેલ નથી

આ પણ વાંચો:શું મોબાઈલ હેક કરવાથી થઈ શકે છે બ્લાસ્ટ, પેજરને ટાર્ગેટ કરવું આસાન કેમ?