Today Special/ સંસ્કૃતિ અને લાગણીઓની સુંદર અભિવ્યક્તિ એટલે નૃત્ય…આજે 29 એપ્રિલ…’આંતરરાષ્ટ્રીય ડાન્સ દિવસ’…

આંતરરાષ્ટ્રીય ડાન્સ ડે’ (International Dance Day 2026) ફ્રાન્સના આધુનિક બેલે નૃત્યના જનક જીન-જૉર્જેસ નોવારેની જયંતિના અવસરના ઉપલક્ષ્યમાં

Trending Lifestyle
International Dance Day 2026, ભારત, ગરબા, નૃત્યના પ્રકાર, બેલે ડાન્સ

Today Special: પ્રતિ વર્ષ 29 એપ્રિલને વિશ્વભરમાં નૃત્ય કળાને પ્રોત્સાહન આપવાના હેતુથી અને એના મહત્વ વિશે લોકોને જાગૃત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય ડાન્સ ડે’ (International Dance Day 2026, 29 April) મનાવવામાં આવે છે.

આ દિવસને ફ્રાન્સના આધુનિક બેલે નૃત્ય (Modern ballet dance)ના જનક જીન-જૉર્જેસ નોવારે (Jean-Georges Novare)ની જયંતિના અવસરના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે. આ ખાસ દિવસને યુનેસ્કો (UNESCO)ના સહયોગથી આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન (ITI) દ્વારા મનાવવામાં આવે છે.

આ દિવસ એક વૈશ્વિક ઉત્સવ છે જે દરેક વયના લોકોને ગતિ તથા તાલના માધ્યમથી સ્વયંને અભિવ્યક્ત કરવા માટે પ્રોત્સાહન આપે છે.

International Dance Day 2026, ભારત, ગરબા, નૃત્યના પ્રકાર, બેલે ડાન્સ

આ વિશેષ દિવસનો ઉદ્દેશ્ય

આ એક કલાસ્વરુપ દિવસ છે જેના 3 મૂળ હેતુ છે.

1. આત્મ-અભિવ્યક્તિનું માધ્યમ

2. પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવવી

3. શિક્ષણ તથા સંચારનું એક સાધન

આમાં વિવિધ સંસ્કૃતિઓના નૃત્યને ઉત્તેજન આપીને યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવી, ડાન્સને એક શિક્ષણ, વૈશ્વિક કલાત્મક અભિવ્યક્તિ અને સાર્વભૌમિક ભાષાના રુપમાં જાગૃતિના માધ્યમ તરીકે ફેલાવવાનો એનો મૂળ ઉદ્દેશ્ય છે.

નૃત્ય હંમેશાં લોકોને ભાષા, સંસ્કૃતિ અને સીમાડાઓથી આગળ વધીને જોડવાનું કામ કરે છે.

International Dance Day 2026, ભારત, ગરબા, નૃત્યના પ્રકાર, બેલે ડાન્સ

‘આંતરરાષ્ટ્રીય ડાન્સ દિવસ’નો ઇતિહાસ (International Dance Day 2026 History)

આ વિશેષ દિવસની શરુઆત વર્ષ 1982માં આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન (ITI) દ્વારા કરવામાં આવી હતી. કોઇ પણ ખુશીનો અવસર હોય કે પછી લગ્ન, તહેવાર કે કોઇ વિજયની ક્ષણ હોય લોકો પોતાનો આનંદ ઝૂમી-ઝૂમીને ડાન્સ કરીને વ્યક્ત કરે છે. આ વર્ષે આજે 44 મો આંતરરાષ્ટ્રીય ડાન્સ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

દિવસને ફ્રાન્સના આધુનિક બેલે નૃત્યના જનક જીન-જૉર્જેસ નોવારેની જયંતિના અવસરના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે. આ ખાસ દિવસને યુનેસ્કોના સહયોગથી આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન (ITI) દ્વારા મનાવવામાં આવે છે.

International Dance Day 2026, ભારત, ગરબા, નૃત્યના પ્રકાર, બેલે ડાન્સ

‘આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ’નું મહત્વ

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ અથવા જેને વિશ્વ નૃત્ય દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે ડાન્સ ફોર્મનો ઉત્સવ મનાવવાનો! આ દિવસના માધ્યમથી લોકો એક મંચ શૅર કરે છે. આ ઉપરાંત, નૃત્ય કરવાના અનેક લાભ છે. વર્ષ 2007માં થયેલા એક અધ્યયન અનુસાર, 11 થી 14 વર્ષની વયના જે બાળકો ડાન્સ કરે છે એમનો આત્મવિશ્વાસ વધે છે. ફક્ત 5 મિનિટ ડાન્સ કરવાથી તમારી રચનાત્મક શક્તિમાં વધારો થાય છે.

આ ઉપરાંત, ડાન્સ હૅલ્થ (Health) માટે પણ ફાયદાકારક છે. એનાથી વધારાની કેલરીનું દહન થાય છે અને આ પ્રકારના વ્યાયામ (Exercise)થી તમે ક્યારેય પણ કંટાળો અનુભવતા નથી.

International Dance Day 2026, ભારત, ગરબા, નૃત્યના પ્રકાર, બેલે ડાન્સ

વિશ્વભરના મુખ્ય ડાન્સ ફોર્મ્સ (Main Dance Forms of World)

વિશ્વભરમાં સંસ્કૃતિ અને લાગણીઓની સુંદર અભિવ્યક્તિ એટલે નૃત્ય…દુનિયાભરના અનેક પ્રખ્યાત ડાન્સ ફોર્મ છે

વિશ્વપ્રસિદ્ધ ચીની નૃત્ય ડ્રેગન ડાન્સ એક એવું ડાન્સ ફોર્મ છે જેમાં નર્તક એક લાંબાલચક ડ્રેગનની આકૃતિને પકડવા માટે લાકડીઓને ઉપયોગ કરીને નૃત્ય કરે છે.

દુનિયાભરના અનેક પ્રસિદ્ધ ડાન્સ ફોર્મ્સ છે જેવા કે, બેલે ડાન્સ, હિપ-હૉપ, સાલ્સા, ભરતનાટ્યમ્ અને ડ્રેગન ડાન્સ (Ballet dance, hip-hop, salsa, Bharatanatyam and dragon dance)…વગેરે આજે પણ લોકપ્રિય છે. આ પૈકીના બેલે ફોર્મને નૃત્યની આધારશિલા માનવામાં આવે છે જેમાં અત્યંત સમર્પણની આવશ્યકતા રહે છે.

હિપ-હૉપ વર્ષ 1970ના દાયકામાં પૉપિંગ, બ્રેકિંગ અને લૉકિંગ શૈલીઓ સાથે વિકાસ પામેલો એક નૃત્યનો પ્રકાર છે.

સાલ્સા ડાન્સ કળાત્મક હિપ મૂવમેન્ટની ઓળખ સમાન નૃત્યનો પ્રકાર છે.

ભરતનાટ્યમ્ એક પારંપરિક દક્ષિણ ભારતીય નૃત્ય છે જેણે વિશ્વભરમાં ઓળખ પ્રાપ્ત કરી છે અને આ પ્રકારમાં મહિલાઓ પોતાના ધાર્મિક અને આધ્યાત્મિક વિચારોને નૃત્ય મુદ્રાઓમાં પ્રદર્શિત કરે છે.

International Dance Day 2026, ભારત, ગરબા, નૃત્યના પ્રકાર, બેલે ડાન્સ

ભારતના શાસ્ત્રીય નૃત્યો અને લોકનૃત્યો (Indian Dance Forms)

ભારતના નૃત્યોની વાત કરીએ તો આપણા દેશમાં કુલ 8 પ્રકારના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો છે.

તમિલનાડુનું ભરતનાટ્યમ્

ઉત્તર ભારતનું કથ્થક

કેરળનું કથકલી અને મોહિનીઅટ્ટમ્

આંધ્ર પ્રદેશનું કુચિપુડી

ઓડિશાનું ઓડિસી

મણિપુરનું મણિપુરી નૃત્ય

અસમનું સત્રિયા નૃત્ય

આ ઉપરાંત, પ્રમુખ લોકનૃત્યોમાં ભારતના વિભિન્ન રાજ્યોમાં ક્ષેત્રીય નૃત્યો પ્રસિદ્ધ છે જેમ કે, ગુજરાતના રાસ-ગરબા, પંજાબના ભાંગડા, રાજસ્થાનની ઘૂમર અને અસમનું બિહૂ નૃત્ય…વગેરે જગવિખ્યાત છે.

અંતે નિષ્કર્ષ એ છે કે, વિશ્વભરમાં સંસ્કૃતિ અને લાગણીઓની સુંદર અભિવ્યક્તિ એટલે નૃત્ય…જે હંમેશાં લોકોને ભાષા, સંસ્કૃતિ અને સીમાડાઓથી આગળ વધીને લોકોને જોડવાનું ઉદ્દાત કાર્ય કરે છે.


આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…

આ પણ વાંચો: 

આ પણ વાંચો: કલ્પના, સંવાદ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું એક શક્તિશાળી માધ્યમ છે પુસ્તક…આજે 23 એપ્રિલ…’વર્લ્ડ બુક ડે’..!