Health Fact/ પ્રિમેન્સ્ટ્રુઅલ ડિસફોરિક ડિસઓર્ડર (PMDD)

PMDD એ માસિક ચક્ર દરમીયાન હોર્મોનલ ફેરફારો સાથે જોડાયેલ છે.PMDD સાથે હોર્મોનલ ફેરફારો જે મગજના કુદરતી રસાયણો સેરોટોનિન ના નીચા સ્તર તરફ દોરી શકે છે.આ અસંતુલન તીવ્ર ભાવનાત્મક ફેરફારનું કારણ બની શકે છે.

Health & Fitness Lifestyle

ઋતુકાળ વખતે મોટા ભાગે સ્ત્રીઓને પેટમાં ખેંચાવ થતો હોય છે અને ઘણી વાર પીઠ, સાથળ, પગ કે અન્ય અંગોમાં પણ દુખાવો થતો હોય છે. આ દરમિયાન ક્યારેક થોડો, ક્યારેક સતત દુખાવો થતો હોય છે અથવા ઘણી વાર એક તબક્કે વધારે પડતી પીડા પણ થતી હોય છે. ઊબકા આવવા, પેટમાં ગરબડ થવી કે માથામાં સણકા આવવા એવું પણ થતું હોય છે. દરેક સ્ત્રી માટે આ પીડા કે દુખાવો અલગ અલગ હોય છે, અલગ અલગ ભાગમાં દુખાવો થતો હોય છે અને તેની તીવ્રતામાં પણ દરેક સ્ત્રી પ્રમાણે ફરક હોય છે. જ્યાં સુધી આ બાબત સહ્ય હોય ત્યાં સુધી તકલીફ નથી પણ જ્યારે વધુ પડતી પીડા આપે ત્યારે તે પ્રિમેન્સ્ટ્રુઅલ ડિસફોરિક ડિસઓર્ડર તરીકે ઓળખાય છે. જે વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની દેવધરીયા નિરાલીએ અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1620 બહેનો પર સર્વે કર્યો જેમાં બહેનોને હળવા થી ભારે પ્રિમેન્સ્ટ્રુઅલ ડિસફોરિક ડિસઓર્ડરના લક્ષણો જોવા મળ્યા. સર્વેના પ્રશ્નો અને તેના તારણો નીચે મુજબ જોવા મળ્યા.

માસિક સ્ત્રાવ પહેલાના સમયમાં શુ તમને કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ મુશ્કેલ લાગે છે?
હા 63.50%
ના 36.50%
માસિક સ્ત્રાવ પહેલાના અઠવાડીયામા શું તમે ઉદાસી, નિરાશા , મૂડમાં બદલાવ વગેરેનો અનુભવ કરો છો?
હા 71.70 %
ના 28.30 %
તમારા માસિક સ્રાવના સમયગાળાના પહેલા શું તમે તમારી જાત પર નિયંત્રણ બહારનો અનુભવ કરો છો?
હા 51.30 %
ના 48.70 %
માસિક સ્રાવ દરમિયાન શુ તમને પીઠનો દુઃખાવો, વજન વધવું, ખીલ, માથાનો દુઃખાવો વગેરે જેવી શારીરિક સમસ્યાઓ થાય છે?
હા 88.30 %
ના 11.70 %
માસિક સ્ત્રાવ પહેલાના સમયગાળામાં તમને તમારી જીવનશૈલીમાં પરીવર્તન થયેલું જોવા મળે છે?
હા 63 %
ના 37 %
માસિક સ્રાવ પહેલા શું તમને તિવ્ર દુઃખાવો, કળતર, ગભરાટ, ગેસની સમસ્યા વગેરે થાય છે?
હા 65.20 %
ના 34.80 %
શું તમે ખોરાકમાં વધુ ખાંડ અને મીઠું લો છો?
હા 71.70 %
ના 28.30 %
તમારાં માસિક સ્ત્રાવના સમયગાળામાં તમે સતત ગંભીર ડિપ્રેશન, ચિંતા કે તણાવનો અનુભવ કરો છો?
હા 61.30 %
ના 38.70 %
માસિક સ્ત્રાવના સમયગાળામાં તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નિષેધક અસર થયાનો અનુભવ થાય છે?
હા 67.40 %
ના 32.60 %
તમારા આ સમયગાળામાં જો કોઈ વ્યક્તિ તમને વધુ બોલાવવાનો કે પછી વધુ સવાલો કરવાનો પ્રયત્ન કરે તો તમારામા ગુસ્સો / ચિડીયાપણું જેવા લક્ષણો જોવા મળે છે?
હા 87.80 %
ના 12.20 %
માસિક સ્ત્રાવના દુઃખાવાથી કંટાળીને માસિક સ્રાવ આવતા અટકાવવા માટે કોઈ દવા લો છો?
હા 55%
ના 45%
માસિક સ્ત્રાવ દરમિયાન તમે અનુભવતા ગુસ્સામાં કોઈ અન્ય વ્યક્તિઓને શારીરિક ઇજા પહોંચાડો છો?
હા 18 %
ના 82 %
તમારા આ સમયગાળામાં કોઈપણ કાર્ય કરવામાં મુશ્કેલીનો અનુભવ કરો છો?
હા 65%
ના 35 %
માસિક સ્રાવ દરમિયાન થતી તમારી સમસ્યા અન્ય સામે રજૂ કરવામાં સંકોચ અનુભવો છો?
હા 60 %
ના 40 %
માસિક સ્ત્રાવ પહેલા શરીરમાં થતા ફેરફારો તમારા માટે કેવા છે?
અસહ્ય 57.80 %
સહ્ય 42.20 %
માસિક સ્ત્રાવ પહેલાના ક્યા ફેરફારો તમને પહેલા અનુભવાય છે?
શારીરિક 33.90 %
માનસિક 9.10 %
બંને 57 %
માસિક સ્ત્રાવ દરમિયાન તમને તમારા કુટુંબી જનો પાસેથી સહયોગ મળી રહે છે?
હા 48 %
ના 52 %
માસિક સ્ત્રાવ દરમીયાન તમે કેવા પ્રકારનું ભોજન ગ્રહણ કરો છો?
મસાલેદાર કે ચટ્ટપટુ 77.40 %
શુદ્ધ અને સાત્વીક 22.60 %
પ્રિમેન્સ્ટ્રુઅલ ડિસફોરિક ડિસઓર્ડર (PMDD) શું છે?
PMDD એ માસિક ચક્ર દરમીયાન હોર્મોનલ ફેરફારો સાથે જોડાયેલ છે.PMDD સાથે હોર્મોનલ ફેરફારો જે મગજના કુદરતી રસાયણો સેરોટોનિન ના નીચા સ્તર તરફ દોરી શકે છે.આ અસંતુલન તીવ્ર ભાવનાત્મક ફેરફારનું કારણ બની શકે છે.

PMDD ના કારણો
– વારસાગત કારણો
– હોર્મોન્સની ખામી
– થાઈરોઈડ રોગ
-ભોજનની રીત
– લાઈફ સ્ટાઇલ વગેરે

PMDDના શારીરિક લક્ષણો
– માથાનો દુઃખાવો
– ચક્કર આવવા
– પેટનો દુઃખાવો
– થાકનો અનુભવ
– ખીલ
– નબળાઈનો અનુભવ

PMDDના માનસિક લક્ષણો
– આક્રમકતા
– તણાવ
– ચિંતા
– ક્રોધ
– ગભરાટ
– ચિડીયાપણું
– ધ્યાન આપવામાં મુશ્કેલી
– મુંઝવણ
– હતાશા

PMDD સારવાર માટેના ઉપાયો
– મનોરોગ ચિકિત્સા
– પૂરતી ઉંઘ
– પોષણયુક્ત ખોરાક
– CBT થેરાપી
– ફિઝિયોથેરાપી
-સ્ત્રી રોગ નિષ્ણાંતની મદદ

@દેવધરીયા નિરાલી, વિદ્યાર્થીની, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
@ડૉ. ધારા આર.દોશી, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી