રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા. ૨૯-૦૪-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ સુદ તેરસ તિથિ છે, જે સાંજે સાંજે ૦૭:૫૧ સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ કન્યા (પ, ઠ, ણ ) છે અને નક્ષત્ર હસ્ત ૩૦ એપ્રિલની સવારે ૧૨:૧૭ સુધી માન્ય છે. આજનો યોગ હર્ષણ છે, જે રાત્રે ૦૮:૪૯ સુધી રહેશે અને કૌલવ કરણ સવારે સવારે ૦૭:૧૯ સુધી છે. આજે પંચક અને વિંછુડો બંને નથી, એટલે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે.
સૂર્ય મેષ રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં ૩૦ એપ્રિલના બપોરે ૦૧:૧૪ સુધી વિહાર કરશે.
આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૦૮ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૦ વાગ્યે થશે. ચંદ્રોદય ઢળતી બપોરે ૦૫:૧૦ વાગ્યે અને ચંદ્રાસ્ત વહેલી પરોઢે ૦૪:૫૫ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે નથી, જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૩૮ થી ૦૨:૧૫ સુધી રહેશે.
આજે ગણેશ વંદનાનો પાઠ કરવો શુભ ગણાશે.
તારીખ :- ૨૯-૦૪-૨૦૨૬, બુધવાર/ વૈશાખ સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૦૮ થી ૦૭:૪૫ |
| અમૃત | ૦૭:૪૫ થી ૦૯:૨૨ |
| શુભ | ૧૧:૦૨ થી ૧૨.૩૭ |
| લાભ | ૦૫:૨૮ થી ૦૭:૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૮ થી ૦૯:૫૧ |
| અમૃત | ૦૯:૫૧ થી ૧૧:૧૪ |
રાશિભવિષ્ય (Rashibhavishya 29 એપ્રિલ 2026, બુધવાર)

મેષ (અ, લ , ઈ) :-
મનોબળ માં વધારો થાય.
પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો.
ઘરના વાતાવરણને સુખમય રહે.
અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
શુભ કલર – સફેદ
શુભ નબર- ૪

વૃષભ (બ, વ, ઉ) :-
બોલવા પર કાબૂ રાખો.
ધન સંબંધિત સમસ્યાઓ રહેશે.
અન્ય લોકો ઉપર નિર્ભર ન રહો.
જીવનમાં નવી વસ્તુ સર્જાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૪

મિથુન (ક, છ, ઘ) :-
પારિવારિક વાતાવરણ સુખમય રહે.
કોઈ ધાર્મિક કાર્ય થાય.
ચારે બાજુ ખુશીનો અનુભવ થશે.
બગડેલા સંબંધો સુધરશે.
શુભ કલર – લાલ
શુભ નંબર –૧

કર્ક (ડ , હ) :-
તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો.
મહત્વની ચીજોની ખરીદી થાય.
મગજમાં સતત વિચારો ચાલે.
અયોગ્ય કાર્યમાં રસ લેશો નહીં.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૫
રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-
નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી ના થવા દો..
કોઈ નવી જવાબદારી મળે.
તમારૂં સપનું સાકાર થાય.
તમારા વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-
તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
મનમાં નિરાશા અને ડિપ્રેશન રહે.
મહેનતનું યોગ્ય પરિણામ મળે..
પાડોશી સાથે મતભેદ ન કરવો.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૧

તુલા (ર , ત) :-
ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
જીવનસાથી તમારા મનોબળને વધારશે.
ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-
આર્થિક સમસ્યાઓ આવે.
કોઈ કાર્યક્રમનું આમંત્રણ મળે.
તમારા દુશ્મનથી સાચવવું.
સામાજિક કાર્યોમા તમે વ્યસ્ત રહો.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૮
રાશિભવિષ્ય (Rashibhavishya)

ધન (ભ, ધ, ફ, ઢ) :-
કાર્યમાં સફળતા મળે.
પ્રેક્ટિકલ થઈને તમારા કાર્યોને પૂર્ણ કરો.
તમે નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.
પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-
બ્લડ પ્રેશર તથા ડાયાબિટિકને લગતી સમસ્યા રહે.
બાળપણના દિવસો ની યાદ આવે.
તમારો દિવસ યાદગાર બની જશે.
તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :
લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો
ધારેલા કાર્ય પૂર્ણ થાય.
સ્વભાવ જિદ્દી થાય.
નવા વિચારોથી તરબતર હશો.
શુભ કલર- ભૂરો
શુભ નંબર- ૧

મીન (દ, ચ, ઝ, થ) :-
ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
તબિયતમાં ખાસ સંભાળ લેવી.
ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય ન લો.
પેરેન્ટ્સ બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૨
