Rajkot News/ રાજકોટમાં સ્કૂલ વાન ચાલકો બેફામ: નિયમો નેવે મૂકી માસૂમોનો જીવ જોખમમાં, વીડિયો વાયરલ થતાં તંત્રની પોલ ખૂલી

રાજકોટમાં સ્કુલ વાન (School van) ચાલકો બેફામ થયાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા શાળા તથા ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

Gujarat Top Stories Rajkot Breaking News
RTOની કામગીરી સામે સવાલ, School vanનો વાયરલ વીડિયો

Rajkot News: રાજકોટ શહેરમાં વધુ એક વખત સ્કૂલ બાળકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. રાજકોટમાં સ્કુલ વાન (School van) ચાલકની બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. સ્કુલ વાન ચાલકે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકીને વાનમાં નિયત સંખ્યા કરતા વધારે બાળકો ભર્યાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. ત્યારે વાન ચાલક સામે બાળકોના વાલીઓ અને લોકોએ સોશિયલ મિડીયામાં RTO સામે રોષ વ્યક્ત કર્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક સ્કૂલ વાન (School van)માં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. નિયત સંખ્યાના નિયમોને ઘોળીને પી ગયેલા વાન ચાલકે માસૂમ બાળકોને વાનમાં ઠાંસોઠાંસ ભરી દીધા હતા. આ દ્રશ્યો જોઈને કોઈ પણ કહી શકે કે વાન (School van) ચાલકોને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી અને તેઓ વધુ કમાણીની લાલચમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

School van: RTO અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલોના ઘેરા

રાજકોટમાં સ્કુલ વાન (School van) ચાલકો બેફામ થયાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા શાળા તથા ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. સવારી દરમિયાન જો કોઈ અનિચ્છનિય બનાવ બને તો જવાબદાર કોણ તે સવાલ ઉભો થયો છે. શું આ સ્કુલ વાન ચાલક સામે શાળા તથા તંત્ર દ્વારા કોઈ પગલા લેવાશે કે કેમ તે મહત્વનો સવાલ છે.

ગુજરાતમાં વિદ્યાર્થીઓના સલામતી સાથે ચેડા કરતા વાન ચાલકો સામે નાગરિકોમાં નારાજગી

રાજ્યમાં અવારનવાર સ્કુલ વાન ચાલકની બેદરકારી સામે આવે છે. રાજ્યમાં અવારનવાર સ્કુલ વાનમાં વિદ્યાર્થીઓ નિયત સંખ્યા કરતા વધારે ભરવામાં આવ્યાના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા હોય છે. ત્યારે આ વાન ચાલકો સામે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થાય છે કે નહી તેવા સાવલો સોશિયલ મિડીયામાં લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:સુરતમાં સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી

આ પણ વાંચો:સુરતમાં બાળકને ડ્રોપ કરવાનું ભૂલતા બ્રિજ પર જ સ્કૂલવાન રિવર્સ ચલાવી

આ પણ વાંચો:રાજ્યમાં આજથી સ્કુલવાન ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર, વાલીઓની વધી ચિંતા