Gujarat Weather/ ગુજરાતમાં ગરમીનો પારો હાઈ, વડોદરા-અમરેલીમાં 37 ડિગ્રી તાપમાન, હવામાન વિભાગે જાહેર કર્યા યલો-ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તીવ્ર ગરમીનો (Heatwave) પ્રકોપ વધ્યો છે. IMDએ યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા, આગામી દિવસોમાં તાપમાન વધુ વધવાની સંભાવના.

Top Stories Gujarat Breaking News
Heatwave

Gujarat Weather:ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો (Heatwave) પ્રકોપ વધ્યો છે. હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની સંભાવના છે. વડોદરા અને અમરેલીમાં હાલ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સમગ્ર રાજ્યમાં માર્ચ મહિનામાં સામાન્ય કરતાં 7 ડિગ્રી વધુ ગરમી અનુભવાઈ રહી છે.

હજુ તો ઉનાળો શરૂ થયો છે ત્યાં જ યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેથી લોકોમાં એપ્રિલ અને મે મહિનાની સ્થિતિ અંગે ચિંતા વ્યાપી ગઈ છે.બપોરના સમયે સૂર્યના આકરા કિરણોને કારણે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. લોકો ઘરની અંદર જ રહેવાનું પસંદ કરી રહ્યા છે, જ્યારે ઠંડા પીણા અને આઈસ્ક્રીમના સ્ટોલ પર ભીડ વધી ગઈ છે. દિવસભર આકરી ગરમીનો (Heatwave) અનુભવ થઈ રહ્યો છે, ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે સૂર્યનારાયણ તપતાં લોકો તોબા પોકારી રહ્યા છે.

ગુજરાતમાં હિટવેવ (Heatwave)ની સ્થિતિ!

હવામાન વિભાગના તાજા ડેટા અનુસાર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં તીવ્ર ગરમીની (Heatwave) સ્થિતિ જોવા મળી છે. વડોદરા અને અમરેલી જેવા વિસ્તારોમાં તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં સામાન્ય કરતાં 7 ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. IMDએ અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ અને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે.


આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એપ્રિલ અને મે મહિનામાં આ ગરમી (Heatwave) વધુ તીવ્ર બનવાની સંભાવના છે. IMDના અનુસાર આ વર્ષે માર્ચથી મે સુધીના સમયગાળામાં દેશના મોટા ભાગમાં સામાન્ય કરતાં વધુ હીટવેવ દિવસોની અપેક્ષા છે.


આ પણ વાંચો:  ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર! પાક સંગ્રહ ગોડાઉન બનાવવા હવે મળશે 2 લાખની સહાય

આ પણ વાંચો: ગુજરાતની ગગનચુંબી ઉડાન! ધોલેરાની ધરતી પરથી રાજ્યના પ્રથમ રોકેટનું સફળ લોન્ચિંગ

આ પણ વાંચો: ગુજરાતમાં 200થી વધુ IPS છતાં નિર્લિપ્ત રાયની જ કેમ ચર્ચા? જાણો અનોખો રેકોર્ડ