મંતવ્ય ન્યૂઝ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે દિવસ દરમિયાન વડાપ્રધાને રાજ્યમાં હિંમતનગર, સુરેન્દ્રનગર અને ત્યારબાદ આણંદ ખાતે જનસભા સંબોધી હતી. આ ત્રણેય સભાઓમાં ભાજપના આગેવાનો, નેતાઓ ઉપરાંત હજારોની સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સભાઓમાં ફીર એક બાર મોદી સરકારના નારા પણ ગુંજી ઉઠ્યા હતા.
નરેન્દ્ર મોદીએ સભામાં ભાજપ સરકારે કરેલા કાર્યોની સાથોસાથ કોંગ્રેસ પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તે ઉપરાંત વડાપ્રધાન મોદીએ ગુજરાતની 26માંથી 26 બેઠકો પર વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ સુરેન્દ્રનગરને સરદારસિંહ રાણાની ભૂમિ તેમજ આણંદને શ્વેતક્રાંતિની જન્મભૂમિ ગણાવી હતી. તે ઉપરાંત ગરીબોને ઘરનું ઘર, આંતકીઓનો ખાતમો, આયુષ્માન ભારત યોજના, અમેરિકામાં ભારતનો ડંકો સહિતની ભાજપની અનેકવિધ સિદ્વિઓ દર્શાવી હતી. કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કરીને દેશને બરબાદ કરનારી અને લોકોના હક છીનવનારી સરકાર ગણાવી હતી.
આજે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં વિશાળ જનમેદની વચ્ચે સભા ગજવ્યા બાદ પીએમ મોદી આવતીકાલે અમેરેલીમાં સભાને સંબોધશે.
મોદીએ ત્રણેય સભાઓમાં શું શું કહ્યું? આ રહ્યા તેના સંબોધનના કેટલાક અંશો
નરેન્દ્ર મોદીનું આણંદમાં સંબોધન
-આણંદમાં શક્તિ અને ભક્તિનો સમન્વય છે
-સ્વામિનારાયણ અને સિકોતર માતાની પૂજા થાય છે
-સરદાર સાહેબની ધરતીને નમન
-આણંદ એ શ્વેતક્રાંતિની જન્મભૂમિ
-આણંદના લોકો શ્વેતક્રાંતિનાં ક્રાંતિવીરો
-અમારી સરકારે સૌથ ઊંચી પ્રતિમા બનાવી
-મારી આ વાતથી કોંગ્રેસને તકલીફ થાય છે
-18 હજાર ગામોમાં વિજળી પહોંચાડી
-અમારી સરકારે શૌચાલય બનાવવાનું કામ કર્યું
-કોંગ્રેસના પગલાંથી નક્સલવાદીને પ્રોત્સાહન મળશે
-તમારે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર
-બે દાયકાથી સતત મને ગાળો આપે છે
-સરદાર પટેલનું અપમાન સહન નહીં કરાય
-મોરારજી દેસાઇ બાદ હવે મને નિશાન બનાવ્યો
-ગરીબો માટે કોંગ્રેસ કરતા વધુ 6 ગણા ઘર બનાવ્યા
-તમે દિલ્હીમાં એક ચોકીદારને બેસાડ્યો છે
નરેન્દ્ર મોદીનું સુરેન્દ્રનગરમાં સંબોધન
– સરદારસિંહ રાણાની ભૂમિ છે
-પીએમ મોદીએ મહાવરી જયંતિની શુભેચ્છા પાઠવી
-આ ભૂમિ ધમકતી ભૂમિ છે
-પાંચ વર્ષમાં મે કોઇ કચાશ રાખી નથી
-2019 માટે આપના આર્શિવાદ લેવા આવ્યો છું
-પાંચ વર્ષમાં લોકો માટે દોડ્યો છું
-કચ્છ કાઠિયાવાડની આ ધરતી છે
– વાવાઝોડામાં સ્વજનો ગુમાવનાર પ્રત્યે મારી સંવેદના
-5 વર્ષમાં દિવસ-રાત કામ કર્યું
-તમારો મત દેશની દિશા નક્કી કરશે
-કેન્દ્ર સરકાર તરફથી પૂરતી સગવડ મળશે
-ભવિષ્ય બનશે એ આપણે નક્કી કરવાનું
-આ વખતે 26માંથી 26 બેઠકો મેળવીશું
-ભારતનો ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું
-2017માં પણ તમે મને ખૂબ પ્રેમ આપ્યો હતો
-દેશને બદલવા માટે ભાજપે પ્રયત્ન કર્યો
-અમે આયુષ્માન ભારત યોજના લાવ્યા
-અમે આવકવેરાની મર્યાદા પાંચ લાખ કરી
-આ ચૂંટણી બાળકોના ભવિષ્યની ચૂંટણી
-અસરગ્રસ્તોને પૂરેપૂરી મદદ કરી છે
-આ ચૂંટણી સામાન્ય નથી
-અમેરિકામાં પણ ભારતનો જય જયકાર
-ગુજરાતની જનતા મારી સાથે, ગુજરાત મારી તાકાત
-વિરોધીઓ મોદીને પાડવાનું કામ કરે છે
-આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે
-ભારતના વિકાસનું કારણ જનતાના વોટ
-આપણે આત્મવિશ્વાસ સાથે આગળ વધીશુ
– કોંગ્રેસે દેશના 70 વર્ષ બરબાદ કર્યા
-કોંગ્રેસે સામાન્ય લોકોના હક છીનવ્યા
-પહેલા ગઠબંધનોની સરકાર બનતી હતી
-પહેલા પાકિસ્તાન ન્યુક્લિયર બોમ્બથી ડરાવતું હતું
-30 વર્ષ પછી દેશમાં સંપૂર્ણ બહુમતવાળી સરકાર બનશે
-જાતજાતના ભૂવા મોદીને પાડવા ભેગા થયા
-ગુજરાતની વિકાસયાત્રા સુરેન્દ્રનગર વગર અધૂરી
-હવે કોંગ્રેસની પાસે જાતિવાદ, લૂંટ સિવાય કંઇ જ નથી
-હવે પાકિસ્તાન રડશે
-ગઇકાલે વાવાઝોડામાં નુકસાન થયું
-પીડિતો અને મૃતકોને સહાય અપાઇ છે
-પાંચ વર્ષમાં અમે નીતિ બદલી છે
-જવાનોએ પાકિસ્તાની આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા
-ગોટાળાનું નામ નિશાન જ ખતમ થઇ ગયું છે
-કોંગ્રેસ અને તેના સાથીઓને દેશની પ્રગતિ પસંદ નથી
-કોંગ્રેસની નીતિને કારણે દેશની હાલત ખરાબ છે
-આજે જનતા જનાર્દનનો વિશ્વાસને લઇ હું આવ્યો છું
-કોંગ્રેસે સામાન્ય લોકોના હક છીનવ્યા
-દેશને સેના પર ભરોસો છે, કોંગ્રેસને નથી
નરેન્દ્ર મોદીએ હિંમતનગર સભામાં શું કહ્યું
-2009થી 2014 સુધી દિલ્હીમાં રિમોટ કન્ટ્રોલવાળી સરકાર હતી
– આજે દેશને ક્યાંથી કયાં પહોંચાડ્યો
– આ દેશ આવનાર 5 વર્ષમાં આગળ વધશે
– 2019માં દેશ મતદાન કરવા જઈ રહ્યો છે
– કામ કેવી રીતે કરાય એનો નમુનો આપ્યો છે અમે
– દેશને હવે દુનિયામાં 6 ક્રમાંક થી પહેલાં નંબરે પહોંચાડવાનો વારો છે
– મોદીને ક્રેડિટ મળે કે ના મળે એનો કોઈ વાંધો નથી
– કોંગ્રેસ મોદીનું નામ બદનામ થાય તેવું બોલે છે
– કોંગ્રેસના અધ્યક્ષ કેવી ભાષા બોલે છે કોઈ ગુજરાતી સહન ના કરે!!!
– ઉરીમાં આપણા જવાનો મર્યા,મોદીએ ચૂપ બેસવું જોઈએ કે નહીં
– મુંબઇ, હૈદરાબાદ, કાશીમાં બોંબ-ધડાકા બધું બંધ થયું કે નહીં
– આવું બધું કરતા હોય તો મારે ચુપ રહેવાનું હોય!!
– ગુજરાતની માટીએ મને મોટો કર્યો છે ભાઈ
– આપણે સર્જીકલ સ્ટ્રાઈક કરી
– આપણાં જવાનો દુશ્મનોના દાંત ખાટા કરીને આવ્યા
– પુલવામાં જે હુમલો થયો એમાં કોંગ્રેસે મોદીને બદનામ કર્યો પણ અમે એર સ્ટ્રાઈક કરી,બધા સુપડાસાફ કરી નાખ્યા
– કોંગ્રેસ સૈનિકોની સુરક્ષાને પણ દાવ પર લગાવવા માંગે છે
– તમારો ચોકીદાર સૈનિકોને છૂટ આપે છે,કોંગ્રેસ તેમને નડતર બને છે
– કોંગ્રેસે એના ઢંઢેરામાં કહ્યું છે દેશદ્રોહનો કાયદો જ કાઢી નાખશે
– પહેલાં ચા વાળો ચોર અને હવે ચોકીદાર ચોર
– ભૂલેચૂકે પણ વોટ આપીએ તો બળતરા થાય
– ભૂલેચૂકે બટન દબાવ્યું તો ખેદાન મેદાન
– અમે ગરીબી હટાવીશું,અરે ભાઈ તમે હટોને અમે હટાવી દઈશું
– તમે હટતાં નથી એટલે ગરીબી હટતી નથી
– 2013 -14ની ચૂંટણી જોવો મોંઘવારીની જ બુમો હતી
– મોંઘવારીને કન્ટ્રોલ કરવાનું કામ આ મોદી સરકારે કર્યું
– દીકરીઓ પર બળાત્કાર કરે તેને ફાંસી થવી જોઈએ કે નહીં?
– મોદી સરકારે કાયદો બનાવ્યો
– ગુજરાત સાથે કોંગ્રેસને કઈ દુશ્મની છે તે ખબર જ નથી
