Surat News/ સુરત જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મ : પ્રેમી સહીત 4 મિત્રો આ રીતે છેલ્લા એક વર્ષથી સંબંધ બાંધતા

પોલીસે ચાર નરાધમો ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.

Top Stories Gujarat Surat

Surat News : સુરત જિલ્લામાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બારડોલીની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ચાર મિત્રોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ સગીરાને પ્રેમજાળમાં ફસાવી. પ્રેમીના ત્રણ સાથી મિત્રોએ પણ સગીરાને પ્રેમ સંબંધ જાહેર કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, સગીરાએ બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા ગણતરીના કલાકો માં પોલીસે ચાર નરાધમો ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.ઘટનાએ બની હતી કે એક વર્ષ અગાઉ બારડોલી નગરમાં રહેતી એક સગીરાને બારડોલીના જલારામ હુડકો સોસાયટીમાં રહેતા રોનીત પાંડે સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી..

મિત્રતા થયા બાદ રોનિત પાંડે સગીરા સાથે અવારનવાર શરીર સંબંધો બાંધ્યા હતા. જોકે આ વાત અહીંથી નહીં અટકતા રોનીત પાંડે ના સગીરા સાથેના સંબંધ અંગે તેના સાથે મિત્રોને પણ જાણ કરી હતી. જેથી રોનિત પાંડેના અન્ય ત્રણ સથી મિત્રો ની પણ સગીરા ઉપર દાનત બગડી હતી.સગીરાના રોનિત પાંડે સાથેના ઘણા લાંબા સમયથી સંબંધ હોય આ ત્રણેય સાથી મિત્રો એ પણ સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત મિત્ર બનવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. અન્ય ત્રણ ઈસમો પણ સગીરા સાથે સોશિયલ મીડિયા થકી જોડાયા હતા .

બાદમાં કૃષ્ણનગર ખાતે રહેતો દીપાશું તોમર નામના યુવકે આ સગીરાને રોનિત પાંડે સાથેના સંબંધોના ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ફોટા વાયરલ નહીં કરવાનું જણાવી દીપાનશું તોમર શની રાજપુત અને કૃણાલ પારેખે પણ આ સગીરાને પોતાની સાથે સંબંધ બાંધવા માટે ધાક ધમકીઓ આપી મજબૂર કરી હતી.હરકતમાં આવેલી બારડોલી પોલીસે રોનિત પાંડે, દીપાંશુ તોમર, સની રાજપુત તેમજ કૃણાલ પારેખ નામના ચાર હવાસખોરો અટકાયત કરી લેવાઈ હતી. જો કે આ ચાર પૈકી બારડોલી ના રજની ગંધા રો હાઉસમાં રહેતો કૃણાલ પારેખ અગાઉ પણ અનેક યુવતીઓ સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી અને યુવતીઓને પોતાની મોહજાળમાં ફસાવી ચૂક્યો હોવાની પણ વિગતો પોલીસ સમક્ષ બહાર આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ