Gujarat Weather News:ગુજરાતમાં ઉનાળો હવે તેના અંતિમ તબક્કામાં આકરું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે, જ્યારે કેટલાક સ્થળોએ 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અમુક ભાગોમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરી છે, જેના કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.
હવામાન વિભાગ અનુસાર પૂર્વીય અરબી સમુદ્ર અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.અમરેલી, ગીર સોમનાથ, જામનગર અને દીવમાં પવન સાથે હળવો કમોસમી વરસાદ (Unseasonal Rain) અને વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના.

કમોસમી વરસાદથી (Unseasonal Rain) પાકને નુકસાનની ભીતિ
તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને ભરૂચ જિલ્લામાં મેઘરાજા મહેર કરી શકે છે.દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.આ વરસાદ (Unseasonal Rain) મુખ્યત્વે હળવોથી મધ્યમ હશે, પરંતુ સાથે ગાજવીજ સાથે પવન પણ ફૂંકાઈ શકે છે.વરસાદની આગાહી હોવા છતાં રાજ્યમાં ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી તાત્કાલિક રાહત મળે તેવા સંકેત નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી થોડા દિવસો સુધી ગરમીની તીવ્રતા યથાવત્ રહેશે.

છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગર 43.8 ડિગ્રી સેલ્સિયસ સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી અને રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં પણ ગરમીનો પારો 42.3 ડિગ્રી સુધી પહોંચતા લોકો ભારે ગરમી અને બફારાથી પરેશાન બન્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમી યથાવત રહેવાની શક્યતા છે, જેથી લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:રાજ્યમાં 22મી અને 23મી મેના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ સાથે ભારે પવનની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદ અને ઠંડીની આગાહી, વાદળછાયું વાતાવરણ પણ રતાહેવાની શક્ય
