Not Set/ યૂપી સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી : ભાજપની લહેર, BJP 16 માંથી ૧૪ સીટ પર આગળ

ઉત્તર પ્રદેશમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ હાથ ધરાયેલી મતગણતરીમાં શહેર-શહેર ભારતીય જનતા પાર્ટીની લહેર જોવા મળી રહી છે. વિધાનસભાની ચુંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ સીએમ યોગી આદિત્યનાથની પ્રથમ અગ્નિ પરીક્ષા હતી, અને જેમાં તેઓ પાસ થતા જોવા મળી રહ્યા છે. યુપીના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના શરૂઆતી પરિણામોમાં ભાજપ ૧૬ માંથી ૧૪ બેઠકો પર આગળ જોવા મળી […]

Top Stories

ઉત્તર પ્રદેશમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ હાથ ધરાયેલી મતગણતરીમાં શહેર-શહેર ભારતીય જનતા પાર્ટીની લહેર જોવા મળી રહી છે. વિધાનસભાની ચુંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ સીએમ યોગી આદિત્યનાથની પ્રથમ અગ્નિ પરીક્ષા હતી, અને જેમાં તેઓ પાસ થતા જોવા મળી રહ્યા છે.

યુપીના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના શરૂઆતી પરિણામોમાં ભાજપ ૧૬ માંથી ૧૪ બેઠકો પર આગળ જોવા મળી રહી છે. જયારે કાશી, અયોધ્યા અને મુરાદાબાદમાં ભારતીય જનતા પાર્ટીનો મેયર નક્કી થઇ ગયા છે.

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશની ૧૧ મહાનગર પાલિકા, ૧૯૮ નગર પાલિકા અને ૪૩૮ નગર પંચાયતની ચૂંટણીની યોજાઈ હતી. આ માટે ત્રણ તબક્કામાં વોટિંગ થયું હતું. આ તમામ સીટો માટે૨૨,૨૬ અને ૨૯ નવેમ્બરે વોટિંગ થયું હતું.