Not Set/ રાજકોટમાં સભા યોજવા બદલ હાર્દિક પટેલ સામે પોલિસ ફરિયાદ કરાઇ

રાજકોટ, રાજકોટમાં જંગી રેલીને સંબોધ્યા પછી હાર્દિક પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. બુધવારે રાતે રાજકોટના નાના મઉવા સર્કલ પર જાહેરસભા કરવા બદલ હાર્દિક પટેલ અને તેના સાથીદાર તુષાર નંદાણી સામે પોલિસ ફરિયાદ દાખલ થઇ છે. હાર્દિક અને તુષાર નંદાણી સામે જાહેરનામાનો ભંગ કરીને જાહેર સભાનું આયોજન કરવાનો આરોપ છે. હાર્દિકે રાજકોટમાં બુધવારે […]

Top Stories

રાજકોટ,

રાજકોટમાં જંગી રેલીને સંબોધ્યા પછી હાર્દિક પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. બુધવારે રાતે રાજકોટના નાના મઉવા સર્કલ પર જાહેરસભા કરવા બદલ હાર્દિક પટેલ અને તેના સાથીદાર તુષાર નંદાણી સામે પોલિસ ફરિયાદ દાખલ થઇ છે. હાર્દિક અને તુષાર નંદાણી સામે જાહેરનામાનો ભંગ કરીને જાહેર સભાનું આયોજન કરવાનો આરોપ છે. હાર્દિકે રાજકોટમાં બુધવારે નાના મઉવા સર્કલ પર જંગી જાહેરસભા કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આ જાહેરસભા અગાઉ મહાક્રાંતિ રેલીના આયોજકોએ પોલિસ પરવાનગી માંગી હતી, જો કે પોલિસે બુધવારે સવારે આ પરમીશન રદ કરી હતી. જો કે પોલિસે પરમીશન નહીં આપવા છતાં હાર્દિક પટેલની જાહેરસભામાં હજારો માણસો આવ્યા હતા. આ રેલીને સંબોધિત કરતાં હાર્દિક પટેલે ભાજપ સરકાર પર જબરદસ્ત પ્રહારો કર્યા હતા અને જાહેરસભા માટે પરમીશન લેવાની જરૂર નથી એવો હુંકાર પણ કર્યો હતો.

રાજકોટની જાહેરસભા અંગે પોલિસના સુત્રોનું કહેવું છે કે આયોજકોએ દિવાળી સ્નેહ મિલનના નામે સભાની મંજુરી માંગી હતી. જો કે એ પછી આ સભાનો હેતુ રાજકીય સામે આવ્યો હોઇ તેની પરમીશન રદ કરવામાં આવી હતી.

ચૂંટણી અધિકારીઓએ પરમીશન વગર સભા યોજવા બદલ હાર્દિક અને તુષાર સામે પોલિસ ફરિયાદ કરી છે.