Rajkot News/ જસદણના વિરનગર ગામે ખેડૂતોનો પાણીની પાઈપલાઈન મુદ્દે વિરોધ

રાજકોટમાં ખેડૂતોએ પોતાની સમસ્યાને લઈને વિરોધ નોંધાવ્યો. જસદણના વિરનગર ગામના ખેડૂતોએ ખેતરમાં નવી પાઇપલાઇન નાખવાને નારાજગી દર્શાવતા વિરોધ કર્યો.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ (Rajkot)માં ખેડૂતો (Farmer)એ પોતાની સમસ્યાને લઈને વિરોધ નોંધાવ્યો. જસદણના વિરનગર ગામના ખેડૂતોએ ખેતરમાં નવી પાઇપલાઇન નાખવાને નારાજગી દર્શાવતા વિરોધ કર્યો. ખેડૂતોનું કહેવું છે કે જો તેમના ખેતરમાં પાઈપ લાઈન નખાશે તો પાકને નુકસાન થશે. આ મામલે ખેડૂતો વધુ ઉગ્ર બની દેખાવ કરતાં પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી. ખેડૂતો પોતાની સમસ્યાને લઈને ઉપર સુધી રજૂઆત કરી શકે છે.

જસદણના ખેડૂતો તેમના ખેતરમાં નખાતી પાઈપલાઈનના કારણે રોષે ભરાયા છે. ખેડૂતો કહે છે કે તેમના ખેતરમાં અત્યારે ચણા, જીરુ, ઘઉં સહિતના પાકોનું વાવેતર કરાયું છે. અને આ ઉભા પાકો તૈયાર થયા છે. ત્યારે પાઈપલાઈન નાખવાની કામગીરી કરાતા ઉભા પાકને મોટાપાયે નુકસાન થવાનો ડર છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે ખેતરમાં પાણીની પાઈપ લાઈન નાખવાને લઈને તેમને તંત્ર તરફથી અગાઉથી કોઈ નોટિસ આપવામાં આવી નથી. પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરીના કારણે અંદાજે 1 હજાર વીઘાથી વધુ ખેતરોમાં નુકશાન થશે. આથી આ ખેતર માલિક ખેડૂતોની માંગ છે કે પાણીની પાઇપલાઇન રોડ પર નાખવામાં આવે અથવા તો ખેતર ખાલી હોય ત્યારે પાઇપ નાખવામાં આવે. ખેતરોમાં પાણીની પાઈપલાઈન નાખવાને લઈને ઉગ્ર વિરોધ થતા આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો.