Mahisagar News : મહીસાગરમાં ખાનપુરના વડાગામ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો છે. તપાસમાં દારૂનો આ જથ્થો હરિયાણાથી વડોદરા લઇ જવાતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે માહિતીને આધારે દારૂ ભરેલું ટેન્કર કબજે કર્યું હતું. જેમાં તપાસ કરતા ચોખાના કટ્ટાની આડમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે 800 કટ્ટા ચોખા સાથે 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાયો વેપારી, સોનાના ઘરેણાં સહિત 5 લાખની લૂંટ
આ પણ વાંચો: હનીટ્રેપમા કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી લઈને લૂંટનો મદ્દામાલ કબજે કર્યો
આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક યુવાન હનીટ્રેપની જાળમાં, વીડિયો બનાવી 7 કરોડ રૂ. પડાયા હોવાની ચર્ચા
