- રાજકોટ કોંગ્રેસમાં મોટુ ભંગાણ
- રાહુલ ગાંધીની સભા પહેલા જ ભંગાણ
- રાજકોટ દક્ષિણ બેઠકના કાર્યકરો BJPમાં જોડાયા
- 17 અને 18 વોર્ડના કાર્યકરો BJPમાં જોડાયા
- 10 આગેવાનો સહિત 100 કાર્યકરો જોડાયા
- પરષોત્તમ સગપરીયા વોર્ડ 17 અગ્રણી જોડાયા
- હસુભાઇ સોજીત્રા વોર્ડ 18 આગેવાન
- ચંદુભાઇ ટીલાળા વોર્ડ 18 શહેર કોંગ્રેસ મંત્રી
- પરેશભાઈ સભાયા વોર્ડ 18 આગેવાન
- અક્ષયભાઈ મહીધરિયા વોર્ડ 18 આગેવાન
- પ્રતાપભાઇ રામોલીયા વોર્ડ 13 આગેવાન
- જીગ્નેશભાઈ માધાણી વોર્ડ 18 ઉપપ્રમુખ કોંગ્રેસ
- હંસરાજભાઈ વાછાણી વોર્ડ 18 આગેવાન
- દિલીપભાઈ બુસા વોર્ડ 18 આગેવાન
- નિલેશભાઈ વિરડીયા વોર્ડ 18 આગેવાન
- પાંચાભાઇ હાપાણી વોર્ડ 16ના આગેવાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસની રાજકિય સ્થિતિ સારી નથી,એખ સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીની જાહેર સભા પહેલા જ કોંગ્રસમાં ગાબડું પડવાના સમાચાર સામે આવી રહયા છે. રાજકોટ દક્ષિણ બેઠકના અનેક આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. રાજકોટ દક્ષિણ બેઠક પર 10 આગેવાન સહિત 100 કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ આગેવાનો સહિત કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
ગુજરાતની ધરા પર આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જાહેર સભાઓ ભરવાના છે ત્યારે જ કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ છોડી રહી છે. કોંગ્રેસની હાલ રાજકિય સ્થિતિ સારી નથી.
