Ahmedabad News : મનપસંદ જીમખાના (Manpasand Gymkhana)સામે હવે કોર્પોરેશન અને પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે. એસએમસીની રેડ બાદ હવે મનપસંદ જીમખાના પર સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, મનપસંદ જીમખાનાને સીલ મારવા માટે એએમસીની ટીમ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી છે. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને કાર્યવાહી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મનપસંદ જીમખાનાને સીલ કરવાની કાર્યવાહી માટે એએમસીનો કાફલો પોલીસ સુરક્ષા સાથે રવાના થયો હતો. સ્થળ પર કોર્પોરેશનની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
SMCની રેસ બાદ મનપસંદ જીમખાના મામલે તંત્રની કાર્યવાહી વધુ તેજ બની છે. હવે કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત હાજરીમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા સ્થળ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
