Gujarat News/ મને જવાબદારી મુક્ત કરો, કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ આપ્યા રાજીનામાના સંકેત

“હું મારા છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ માટે કામ કરતો રહીશ, પરંતુ હવે યુવા અને મહેનતુ કાર્યકરોને આગળ લાવવાની જરૂર છે.”રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું, “રાહુલ ભાઈએ મને ધારાસભ્ય અને સાંસદ બનાવ્યો.

Top Stories Gujarat Breaking News

Gujarat News:ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપીને રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે તેઓ કોઈપણ ચૂંટણી લડશે નહીં અને કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) માં તેમની જવાબદારીઓમાંથી તેમને મુક્ત કરવા પક્ષને અપીલ કરી છે.

જગદીશ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે, “હું મારા છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ માટે કામ કરતો રહીશ, પરંતુ હવે યુવા અને મહેનતુ કાર્યકરોને આગળ લાવવાની જરૂર છે.”રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું, “રાહુલ ભાઈએ મને ધારાસભ્ય અને સાંસદ બનાવ્યો. હું તેમનો આભારી અને ઋણી છું.”જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું, “મેં સ્પષ્ટપણે નક્કી કર્યું છે કે હવે કોઈપણ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મારી કોઈ ભૂમિકા રહેશે નહીં. હવે સમય આવી ગયો છે કે એવા ચહેરાઓને આગળ લાવવાનો જે સખત મહેનત કરી શકે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસ દ્વારા 3 થી 10 ઓક્ટોબર સુધી, ગુજરાતમાં ‘વોટ ચોર–ગાદી છોડ’ સહી ઝુંબેશ તથા મીસ્ડકોલ અભિયાન…

આ પણ વાંચો:કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી, બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે દહેગામ ખાતે “જન આક્રોશ સભા”નું આયોજન કરવામાં આવ્યું…