Ahmedabad News: વાસણાના ગુપ્તાનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની ટીમે રસ્તાને અડચણરૂપ (Guptanagar Demolition) બાંધકામો દૂર કર્યા હતા. કાર્યવાહી દરમિયાન રસ્તા પર આવેલા કેટલાક મંદિરોને પણ દૂર કરવામાં આવ્યા હતા.
Guptanagar Demolition: પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનની ટીમે પોલીસની હાજરીમાં (AMC Demolition) બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

ગુપ્તાનગર આસપાસના બાંધકામો દૂર કરાયા

ગુપ્તાનગર આસપાસ રસ્તા પર આવેલા અને અવરજવરમાં અડચણરૂપ (Road Encroachment Ahmedabad) બનતા બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા માર્ગ ખુલ્લો કરવાની દિશામાં આ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મંદિરો પણ ડિમોલેશનની ઝપેટમાં
ડિમોલિશન દરમિયાન (Ahmedabad Demolition) રસ્તા પર આવેલા કેટલાક મંદિરોને પણ દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થયા હતા અને સમગ્ર મામલો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી AMC નું બુલ્ડોઝર ચાલ્યું, મોદી સ્ટેડીયમ પાસે ડિમોલિશન
આ પણ વાંચો: અમદાવાદના શાસ્ત્રીનગર સરકારી વસાહતમાં ચાલી રહેલા ડિમોલિશન કામથી 1500થી વધુ લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
આ પણ વાંચો: અમદાવાદના જશોદાનગરમાં ચાલતા ઓપરેશન ડિમોલિશનમાં મહિલાનું “આત્મવિલોપન”
