Gujarat News/ હવામાન ભર ઉનાળે ભારે વંટોળ સાથે વરસાદ વરસી શકે છે,અંબાલાલ પટેલની મોટી આગાહી

આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે

Top Stories Gujarat Breaking News

Gujarat News : હવામાનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જેમાં ભર ઉનાળે ભારે વંટોળ સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી તેમણે કરી છે. આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે, એમ તેમણે નધુમાં ઉમેર્યું હતું. તે સિવાય ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉપરાંત કચ્છમાં તાપમાન 43 ડિગ્રી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18 થી 22 એપ્રિલ દરમિયાન વાતવરણમાં પલટો આવશે. તેમણે મે મહિનામાં વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરી છે. મે મહિનામાં મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી સુધી જઈ શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. તે સિવાય ગુજરાતના અલગ અલગ ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે.આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો અને ઝડપી પવનોની સાથે સાથે વરસાદ, મેઘ ગર્જના અને સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાનમાં આવ્યો પલટો, ઠંડા પવનો ફૂંકાતા ગરમીથી મળી રાહત

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત

આ પણ વાંચો:હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ કર્યુ જારી, ગરમ પવનો ફૂંકાશે