Ahemdabad/ અમદાવાદમાં ફરી AMC નું બુલ્ડોઝર ચાલ્યું, મોદી સ્ટેડીયમ પાસે ડિમોલિશન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક રોડને 18 મીટરથી 61 મીટર સુધી પહોળો બનાવવા AMCએ મેગા ડિમોલિશન (Demolition) શરૂ કર્યું છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને 50થી વધુ કોમર્શિયલ મિલકતો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Gujarat Ahmedabad Top Stories Breaking News
Demolition

Ahemdabad News: અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારના વિકાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મેગા ડિમોલિશન અભિયાન શરૂ કર્યું છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં 50થી વધુ કોમર્શિયલ મિલકતો તોડવામાં આવી રહી છે.

મોદી સ્ટેડિયમ પાસે મેગા ડિમોલિશન (Demolition)

અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)આસપાસના વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ સાથે વિકસાવવા માટે અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી સ્ટેડિયમ તરફ જતા માર્ગને પહોળો કરવા માટે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી.

રોડ 18 મીટરથી 61 મીટર સુધી પહોળો થશે

કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને હાલના 18 મીટર પહોળા રોડને 61 મીટર સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોડલાઈનના અમલ માટે અગાઉ અસરગ્રસ્ત મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે સવારથી જેસીબી મશીનો સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી.

50થી વધુ કોમર્શિયલ મિલકતો તોડી પાડવામાં આવશે

જનપથ ત્રણ રસ્તાથી ડી માર્ટ સુધીના માર્ગ પર આવેલી અંદાજે 50થી વધુ કોમર્શિયલ મિલકતોને તોડી પાડવામાં આવશે. હાલના તબક્કામાં કોઈ રહેણાંક મિલકતને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. સમગ્ર કામગીરી દરમિયાન સાબરમતી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

હાઇકોર્ટમાં કેસ હોવાથી કેટલીક મિલકતોને રાહત

ડી માર્ટ બાદ આવેલી કેટલીક કોમર્શિયલ અને રહેણાંક મિલકતો અંગે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી હાલમાં ત્યાં ડિમોલિશન કરવામાં આવશે નહીં. ઉપરાંત રોડ સામે આવેલી ONGCની ઓફિસને સ્થળાંતર કરવાની પ્રક્રિયા બાકી હોવાથી તે વિસ્તારમાં પણ હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. હાલમાં આશરે 500 મીટરના વિસ્તારમાં રોડલાઈનના અમલ માટે ડિમોલિશનનું કામ ચાલી રહ્યું છે.


આ પણ વાંચો:સુરત નાસીરનગર ડિમોલિશન કેસ: હાઈકોર્ટના રાજ્ય સરકાર અને પોલીસને આકરા સવાલ, એક મહિનાથી FIR કેમ નહીં?

આ પણ વાંચો:અમદાવાદમાં IPL સટ્ટાબાજી પર પોલીસનો કડક પ્રહાર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી એક સહિત 2 ઝડપાયા

આ પણ વાંચો:સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં મોટી કાર્યવાહી: 5 એન્જિનિયર સસ્પેન્ડ, ખાતાકીય તપાસ શરૂ